Site icon

Amitabh bachchan: અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા બચ્ચન ને આપી અત્યાર સુધી ની સૌથી મોંઘી ગિફ્ટ, કિંમત સાંભળી તમે ચોંકી જશો

Amitabh bachchan: બોલિવૂડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન રિયલ એસ્ટેટ માં રોકાણ કરતા રહે છે. અભિનેતા પાસે મુંબઈ માં ઘણી પ્રોપર્ટી છે. તેમાંથી એક પ્રોપર્ટી તેમને તેમની દીકરી શ્વેતા બચ્ચન ના નામે કરી છે.

amitabh bachchan gifts juhu bungalow pratiksha to daughter shweta bachchan

amitabh bachchan gifts juhu bungalow pratiksha to daughter shweta bachchan

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને તેમની પુત્રી શ્વેતા બચ્ચન પ્રત્યે ખુબ લગાવ છે. આ વાત તેઓ કૌન બનેગા કરોડપતિ ના મંચ પર કહી ચુક્યા છે. અમિતાભ બચ્ચન અને જ્યા બચ્ચન નું તેમની પુત્રી શ્વેતા સાથે સારું બોન્ડિંગ છે. અમિતાભે પોતાની દીકરીને અત્યાર સુધીની સૌથી મોંઘી ભેટ આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બિગ બી એ  તેમનો જુહુનો બંગલો પ્રતીક્ષા તેની પુત્રી ને ટ્રાન્સફર કર્યો છે. 

Join Our WhatsApp Community

 

અમિતાભ બચ્ચને પુત્રી ને ભેટ માં આપ્યો બંગલો 

અમિતાભ બચ્ચન ની આ પ્રોપર્ટી 16,840 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. મીડિયા રિપોર્ટ અનુસારઅમિતાભ બચ્ચને આ પેટે કુલ 50.65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે. બંગલાની બજાર કિંમત 50.63 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી છે. જોકે, બચ્ચન પરિવાર તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે જુહુ સ્થિત બંગલા ‘જલસા’માં રહે છે.

આ સમાચાર પણ વાંચોઃ Suhana khan: સુહાના ખાને આ રીતે સેલિબ્રેટ કર્યો અગસ્ત્ય નંદા નો બર્થ ડે,અભિનેતા સાથે જોડાઈ ચૂક્યું છે કિંગ ખાન ની દીકરી નું નામ

તમને જણાવી દઈએ કે , અમિતાભ બચ્ચન નો બંગલો ‘પ્રતીક્ષા’ બે પ્લોટ પર બાંધવામાં આવ્યો છે. પહેલો પ્લોટ 9,585 ચોરસ ફૂટનો છે અને તેની માલિકી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની છે. બીજો પ્લોટ 7,255 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેની માલિકી એકલા અમિતાભ બચ્ચનની છે. 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version