News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: બોલિવૂડ ના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે તેમના ફેન્સને તેમના બંગલા ની બહાર મળે છે. દર વખતની જેમ ગયા રવિવારે પણ અમિતાભ બચ્ચન તેમના ચાહકોને મળ્યા હતા પરંતુ આ વખતે ચાહકો ને બિગ બી સાથે એક સરપ્રાઈઝ મળ્યું હતું. આ વખતે અમિતાભ બચ્ચન એકલા નહોતા તે તેમના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે હતા. અગસ્ત્ય નંદા એ તેના નાના નો વારસો આગળ વધાર્યો છે અગસ્ત્ય નંદા એ ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે.
અગસ્ત્ય નંદા સાથે ચાહકો ને મળ્યા અમિતાભ બચ્ચન
દર રવિવાર ની એમ આ રવિવારે પણ અમિતાભ બચ્ચન ના બંગલા જલસા ની બહાર ચાહકો ની ભીડ એકઠા થઇ હતી. દર રવિવારે વ્હાહકો ને મળવા અમિતાભ બચ્ચન તેમના ઘર ની બહાર આવે છે. પરંતુ આ વખતે અમિતાભ બચ્ચન ની રાહ જોઈ રહેલા ચાહકો ને એક સરપ્રાઈઝ મળ્યું હતું. આ વખતે નાના ની જેમ સ્ટારડમ નો સ્વાદ ચાખવા અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચન સાથે ચાહકો ને મળવા બિગ બી સાથે આવ્યો હતો.
T 4856 – Sunoo !!🌹 pic.twitter.com/ySQrMKAPkq
— Amitabh Bachchan (@SrBachchan) December 10, 2023
અમિતાભ બચ્ચને તેમના ટ્વીટર પર બે તસવીરો શેર કરી છે. જેમાં તેમની સાથે અગસ્ત્ય નંદા પણ ચાહકો ને મળતો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા અમિતાભ બચ્ચને લાલ ફૂલ ની ઈમોજી સાથે લખ્યું ‘સુનો’. તમને જણાવી દઈએ કે અગસ્ત્ય નંદા શ્વેતા નંદા ને નિખિલ નંદા નો દીકરો છે તેને ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ ને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Junior Mehmood : “મારે એકવાર મળવું છે”.. કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે જુનિયર મહેમૂદની શું હતી છેલ્લી ઈચ્છા? જાણો વિગતે અહીં..