Site icon

અમિતાભ બચ્ચન બર્થડે સ્પેશિયલ-હજારો કરોડની સંપત્તિના માલિક છે બિગ બી-દર વર્ષે કરે છે અધધ આટલા કરોડની કમાણી-જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક માનવામાં આવે છે. અમિતાભ બચ્ચને પોતાના કરિયરમાં ઘણી શાનદાર અને બ્લોકબસ્ટર ફિલ્મો(blockbuster films) આપી છે. શું તમે જાણો છો કે એક સમયે માત્ર 500 રૂપિયાના પગાર પર કામ કરનાર અમિતાભ આજે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. પોતાના કામના આધારે અમિતાભ બચ્ચન પણ સન્માન અને ખ્યાતિ સાથે વૈભવી જીવનશૈલી જીવે છે. આજે અમિતાભ કરોડોની સંપત્તિના માલિક છે. ચાલો તેની નેટવર્થ(networth) પર એક નજર કરીએ-

Join Our WhatsApp Community

અમિતાભ બચ્ચનની કમાણી વિશે વાત કરીએ તો તેઓ મુખ્યત્વે ફિલ્મોમાંથી કમાણી કરે છે. આ સાથે બિગ બી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ(brand endorsement) દ્વારા પણ મોટી કમાણી કરે છે. અમિતાભ બચ્ચન એક ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 5 કરોડ રૂપિયા લે છે. અમિતાભે રિયલ એસ્ટેટ(real estate business) બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે. તેમણે જસ્ટ ડાયલ સહિત યુએસ ટેક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ $410 મિલિયન છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 3396 કરોડ રૂપિયા છે. અમિતાભ વાર્ષિક 60 કરોડ રૂપિયા કમાય છે. એક મહિનામાં તેઓ 5 કરોડથી વધુની કમાણી કરે છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં હવે નહીં જોવા મળે દયાબેન એટલે કે દિશા વાકાણી-શૈલેષ લોઢાની પોસ્ટ પર થી લોકો એ લગાવ્યો કયાસ

અમિતાભ બચ્ચનના મુંબઈમાં ચાર બંગલા(four bunglow) છે, જેના નામ છે ‘જલસા’, ‘જનક’, ‘પ્રતિક્ષા’, ‘વત્સ’. અમિતાભ મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત ‘જલસા’ બંગલામાં પરિવાર સાથે રહે છે. તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમના બીજા બંગલા ‘પ્રતિક્ષા’ની કિંમત 160 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. બિગ બીના ‘જનક’ બંગલામાં તેની ઓફિસ છે. આ સાથે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં(UP Allahabad) તેમનું પૈતૃક નિવાસસ્થાન છે. અમિતાભે તેને શૈક્ષણિક ટ્રસ્ટમાં ફેરવી દીધું છે. આ સિવાય તેમની પાસે દેશભરમાં ઘણી વધુ પ્રોપર્ટી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચનની પ્રોપર્ટી ફ્રાન્સમાં (France)પણ હોવાનું કહેવાય છે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version