બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ચાહકો સાથે કરી રમૂજ, શું સાચેમાં તેમણે માઇનસ 33 ડિગ્રી સેલ્સિયસ માં શૂટિંગ કર્યું. જાણો હકીકત અહીં.. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

08 જાન્યુઆરી 2021 

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 78 વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયાથી લઈ ફિલ્મોમાં સતત એક્ટિવ છે. હાલમાં જ બિગ બી એ સોશિયલ મીડિયા પર એક એવી તસવીર શેર કરી હતી જે બાદ ફેન્સને તેમની ચિંતા થવા લાગી હતી. તેમણે લદ્દાખમાં માઇનસ ૩૩ ડિગ્રી ટેમ્પ્રેચર ઠંડીથી બચી શકાય એવું નથી! એવા કેપ્શન સાથે ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેઓ કેપ, ગ્લવ્ઝ, સ્નોગોગલ્સ અને ટ્રેકિંગ જેકેટ પહેરેલાં નજર આવે છે. કહેવાય છે કે આટલી તકેદારી પણ તેમને બચાવી ન શકી. પણ શું તમને ખબર છે કે, તેઓ શોર્ટ ટ્રિપ માટે લદ્દાખ ગયા જ નથી. તેમણે લોકો સાથે રમૂજ કરી છે.

અમિતાભ બચ્ચન ની આ તસવીર જોઇ ફેન્સને તેમની ચિંતા થવા લાગી છે.  સમાચારો અનુસાર આ ફોટો ઈન્ડિયન ઓઇલના એડ કેમ્પેઈન શૂટનો છે. જેનું શૂટિંગ મુંબઇ ફિલ્મ સિટીમાં જ થયું છે. તે હાલમાં લદ્દાખ તો નથી ગયા. તો બીજી તરફ તેમની ટીમનું કહેવું છે કે, નિશ્ચિત રીતે આ અજય દેવગણની ફિલ્મની શૂટિંગ નથી લાગી રહી. તેમણે તસવીરને એડ શૂટ ગણાવ્યું છે. પણ આ વાતનો જવાબ તેમણે નથી આપ્યો કે, બિગ બી એ ‘લદ્દાખ અને માઇનસ 33 ડિગ્રી સેલ્સિયલ ટેમ્પરેચરમાં શૂટિંગ’ કેમ કેપ્શનમાં લખ્યું??.  

આપને જણાવી દઇએ કે, બિગ બી હાલમાં કૌન બનેગા કરોડપતિ ની 12મી સિઝનની શુટિંગમાં વ્યસ્ત છે. અયાન મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માં બિગ બી પણ જોવા મળશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને મૌની રોય મહત્વની ભૂમિકામાં જોવા મળશે.આ ઉપરાંત અમિતાભ ‘ચેહરે’ અને ‘ઝૂંડ’ જેવી ફિલ્મોનો પણ ભાગ છે. તે જ સમયે, બિગ બીએ 2002 માં આવેલી ફિલ્મ ‘આંખે’ માં શાનદાર અભિનય કર્યો હતો. એવા અહેવાલો છે કે ખૂબ જલ્દીથી તેનો બીજો ભાગ પણ બની શકે છે. જોકે, આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More