Site icon

Amitabh bachchan on lakshadweep maldives controversy: અમિતાભ બચ્ચને પણ આપી લક્ષદ્વીપ પર પોતાની પ્રતિક્રિયા,વીરેન્દ્ર સહેવાગ ની પોસ્ટ શેર કરી કહી આવી વાત

Amitabh bachchan on lakshadweep maldives controversy: હાલ સોશિયલ મીડિયા પર # boycott maldives ટ્રેન્ડ કરી રહ્યું છે. PM મોદીએ જ્યારથી લક્ષદ્વીપની મુલાકાત લીધી છે ત્યારથી ભારત અને માલદીવ વચ્ચે મામલો ગરમાયો છે.ત્યારબાદ ઘણા બોલિવૂડ સેલેબ્સ પીએમ મોદી ના સમર્થન માં આવ્યા છે હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

amitabh bachchan react on lakshadweep maldives controversy

amitabh bachchan react on lakshadweep maldives controversy

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan on lakshadweep maldives controversy:  તાજેતરમા પીએમ મોદી એ લક્ષદ્વીપ ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પીએમ મોદી એ એક પોસ્ટ શેર કરી હતી જેમાં લક્ષદ્વીપ બીચ ના સુંદર ફોટા હતા અને સાથે આ સાથે વડાપ્રધાને ચાહકોને લક્ષદ્વીપની મુલાકાત લેવા વિનંતી પણ કરી હતી. આના પર માલદીવના મંત્રી એ પીએમ મોદીની મજાક ઉડાવતી એક પોસ્ટ શેર કરી હતી અને આ સાથે તેમણે ભારતીયો પર દ્વેષપૂર્ણ અને વંશીય ટિપ્પણીઓ પણ કરી હતી.હવે માલદીવ અને લક્ષદ્વીપની સુંદરતાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેને લઈને દેશની તમામ હસ્તીઓ સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. સલમાન ખાન, અક્ષય કુમાર, જોન અબ્રાહમ બાદ હવે સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોસ્ટ શેર કરી ને પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Community

 

અમિતાભ બચ્ચન ની પોસ્ટ 

વાસ્તવમાં, અમિતાભ બચ્ચને શેર કરેલી પોસ્ટ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની છે. વિરેન્દ્ર સેહવાગે હાલમાં જ તેના X (ટ્વિટર) એકાઉન્ટ પર લક્ષદ્વીપની તસવીરો શેર કરી હતી, જેમાં તેણે આ ટાપુ સમૂહની ખૂબ પ્રશંસા કરી હતી. વીરેન્દ્ર સેહવાગની આ જ પોસ્ટ શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું, ‘વીરુ પાજી… આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણી પૃથ્વીની સાચી ભાવના સાથે સુસંગત છે. આપણો પોતાનો વારસો શ્રેષ્ઠ છે. હું લક્ષદ્વીપ અને આંદામાન ગયો છું અને ત્યાં અદ્ભુત સુંદર જગ્યાઓ છે. આશ્ચર્યજનક પાણી સાથે અંડરવોટર નો પણ અનુભવ છે. આપણે ભારત છીએ, આપણે આત્મનિર્ભર છીએ, આપણી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડીએ. જય હિંદ.’


બિગ બી દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ ની ખુબ ચર્ચા થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Lakshadweep maldives controversy: પીએમ મોદી ની લક્ષદ્વીપ પોસ્ટ પર મચ્યો હંગામો ,#BoycottMaldives થઇ રહ્યું છે ટ્રેન્ડ, વડાપ્રધાન ના સમર્થન માં આવ્યા આ બોલિવૂડ કલાકાર

 

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version