News Continuous Bureau | Mumbai
Amitabh Bachchan: સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ પર જયા બચ્ચનની સ્પીચ બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ભારતીય સેનાના સમ્માનમાં એક લાંબી પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમણે ભારતીય નૌસેનાના બેટલશિપ પર એક દિવસ વિતાવ્યા બાદ પોતાના અનુભવને “જીવન ની અમૂલ્ય ક્ષણ” ગણાવી.
આ સમાચાર પણ વાંચો : Mohammed Rafi Death Anniversary: મોહમ્મદ રફી ની 45મી પુણ્યતિથિએ પુત્ર શાહિદ રફી દ્વારા બાયોપિકની જાહેરાત, બોલિવૂડ નો આ અભિનેતા નિભાવી શકે છે તેમની ભૂમિકા
અમિતાભ બચ્ચન ની ભાવુક પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (Twitter) પર અમિતાભે લખ્યું, “મારા જીવનનો અનુભવ… ભારતીય નૌસેનાના બેટલશિપ પર આખો દિવસ… અમારી લડાકૂ સેના માટે ગર્વ અને સન્માન.” ત્યારબાદ તેમણે પોતાના બ્લોગ પર ફોટા શેર કર્યા અને સેનાની શૌર્ય અને સમર્પણની વાતો લખી.
T 5458 –
You hear about the strength of our Forces .. you hear the stories of valour about our soldiers that sacrifice their lives for us all .. you discover and learn the armoured vessels that fight, so you and I can get a peaceful sleep ..You marvel at the dedication and will… pic.twitter.com/05bY5H1Au7
— Amitabh Bachchan (@SrBachchan) July 31, 2025
અમિતાભ બચ્ચને લખ્યું, “અમે સાંભળીએ છીએ કે આપણા જવાનો આપણા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. તેઓની શૌર્યગાથા સાંભળીને હૃદય ગર્વથી ભરાઈ જાય છે. જ્યારે અમે આરામથી ઘરમાં રહીએ છીએ, ત્યારે તેઓ આપણા માટે જીવ નું જોખમ લે છે.” તેમણે કહ્યું કે આ અનુભવ તેમને “અદૃશ્ય શક્તિ” તરફ લઈ ગયો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)