Amitabh bachchan: B.Sc લઈને પસ્તાયા હતા અમિતાભ બચ્ચન, કોલેજ માં આ વિષય માં થયા હતા ફેલ, બિગ બી એ કેબીસી ના મંચ પર શેર કર્યો કિસ્સો

Amitabh bachchan: શો 'કૌન બનેગા કરોડપતિ માં અમિતાભ બચ્ચન અવારનવાર તેમના જીવન સાથે જોડાયેલા કિસ્સા શેર કરતા રહે છે. હવે તાજેતર ના કેબીસીના એપિસોડમાં, અમિતાભ બચ્ચને તેમની કૉલેજ અને અભ્યાસ સંબંધિત કિસ્સો શેર કર્યો હતો.

by Zalak Parikh
amitabh bachchan recalls failing in bsc physics exam in college

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની 15મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે.આ શો વર્ષ 2000 થી પ્રસારિત થઈ રહ્યો છે અને અમિતાભે તેની 15 માંથી 14 સીઝન હોસ્ટ કરી છે. આ શોની ત્રીજી સીઝન શાહરૂખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ બિગ બીએ ફરીથી ગાદી સંભાળી અને તેઓઅત્યાર સુધી આ શોને હોસ્ટ કરી રહ્યા છે. આ શો દ્વારા અમિતાભ બચ્ચન ઘણીવાર તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરે છે. ફરી એકવાર તેમણે  શોમાં તેમણે તેમના કોલેજના શિક્ષણ સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા કહી છે જે તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે.

 

અમિતાભ બચ્ચને કેબીસી માં સંભળાવ્યો કિસ્સો 

શોના તાજેતર ના એપિસોડમાં સ્પર્ધક તરીકે ડૉ.આશિષ આવ્યા હતા. તેમની સાથે વાતચીતમાં અમિતાભ બચ્ચને તેમની કોલેજ લાઈફ સાથે જોડાયેલી મુશ્કેલીઓ જણાવી. જ્યારે ડો.આશિષ જણાવતા હતા કે આજના સમયમાં તેઓ બાળકોને શિક્ષિત કરવા, સમજવા માટે નવી સર્જનાત્મક રીતો લઈને આવ્યા છે. આ બધું સાંભળીને બિગ બીને તેમના કોલેજના દિવસો યાદ આવી ગયા. તેમણે કહ્યું કે તેમને બીએસી કરવાનો પસ્તાવો થઈ રહ્યો છે. કોલેજમાં તેમને એવા વિષયો લીધા હતા જે તેમને બિલકુલ સમજાતા નહોતા. તેમણે લગભગ 3 વર્ષ સુધી વિષયો સહન કર્યા અને એક વખત ફેલ પણ થયા.પોતાની વ્યથા શેર કરતા અમિતાભ બચ્ચન કહે છે, “મેં મારા ગ્રેજ્યુએશનમાં B.Sc લીધું અને હું તેનાથી કંટાળી ગયો. મેં ખોટો વિષય લીધો અને 3 વર્ષ સુધી તેની સાથે સંઘર્ષ કરવો પડ્યો. પરીક્ષાના બે મહિના પહેલા વસ્તુ યાદ રાખવા અભ્યાસ કરતો અને પરીક્ષા આપતો. પ્રથમ વખત હું ભૌતિકશાસ્ત્રમાં ખરાબ રીતે નાપાસ થયો. પછી બીજા પ્રયાસમાં હું પાસ થવામાં સફળ થયો.”

આ  સમાચાર પણ વાંચો : Urfi javed: શું ઉર્ફી જાવેદે ગુપચુપ રીતે કરી લીધી સગાઇ? સામે આવેલી તસવીરો એ ચાહકો ને કર્યા કન્ફ્યુઝ

અમિતાભ બચ્ચન ની કારકિર્દી  

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને દિલ્હી યુનિવર્સિટીની કિરોરી મલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 1962માં B.Sc સાથે સ્નાતક થયા. તેમની કોલેજ પછી, અમિતાભે થોડા વર્ષો કોલકાતા નજીક એક ખાણકામ કંપનીમાં કામ કર્યું. તેઓ ટૂંક સમયમાં મુંબઈ આવી ગયા અને 1969 માં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને 54 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. અમિતાભ બચ્ચને ખ્વાજા અહેમદ અબ્બાસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અમિતાભ બચ્ચને વર્ષોથી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરીને ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર અમીટ છાપ છોડી છે.

Join Our WhatsApp Community

You may also like