News Continuous Bureau | Mumbai
Amitabh Bachchan:બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર હાલ ચર્ચામાં છે. પહેલા અમિતાભ બચ્ચને તેમનો પ્રતીક્ષા બંગલો પુત્રી શ્વેતા બચ્ચન ના નામે કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ અમિતાભ બચ્ચન ના પુત્ર અભિષેક અને પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન ના અલગ થવાના સમાચાર ને કારણે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.હવે આ બધાની વચ્ચે બિગ બી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. અને આ વખતે ચર્ચાનું કારણ છે તેમની પ્રોપર્ટી. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને તેમની ચાર યુનિટની લક્ઝરી ઓફિસ એક મ્યુઝિક કંપની ને ભાડે આપી છે.
આ સમાચાર પણ વાંચો : Kaun banega crorepati 15: અમિતાભ બચ્ચને ભીની આંખે કહ્યું કૌન બનેગા કરોડપતિ ને અલવિદા, વિડીયો જોઈ ચાહકો પણ થયા ભાવુક
અમિતાભ બચ્ચને પોતાની ઓફિસ આપી ભાડે
મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને તેમની લોટસ સિગ્નેચર બિલ્ડિંગમાં આવેલી ઓફિસ લીઝ પર આપી છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોપર્ટી 10,000 ચોરસ ફૂટ ની છે. અમિતાભ બચ્ચને આ ડીલ 5 વર્ષ માટે કરી છે જે હવે નવા વર્ષ 2024થી શરૂ થશે. અભિનેતાને આ માટે દર વર્ષે 2.07 કરોડ રૂપિયાનું ભાડું પણ મળશે, જ્યારે 1.03 કરોડ રૂપિયા સિક્યોરિટી તરીકે જમા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે , અમિતાભ બચ્ચને આ આ કોમર્શિયલ પ્રોપર્ટી વર્ષ 2023માં ખરીદી હતી અને તેની કિંમત લગભગ 7.18 કરોડ રૂપિયા છે.