Amitabh Bachchan: અમિતાભ બચ્ચન એ કરી ટ્રોલર્સ ની બોલતી બંધ, જયા અને ઐશ્વર્યા ની જાહેર માં વખાણ ના કરવા પર આપ્યો આવો જવાબ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓને અમિતાભ બચ્ચન એ આપ્યો શાંતિભર્યો જવાબ, કહ્યું “મહિલાઓ માટે મનમાં હોય એ જ સાચું સન્માન”

by Zalak Parikh
Amitabh Bachchan Responds to Trolls Over Not Praising Aishwarya Rai Publicly

News Continuous Bureau | Mumbai 

Amitabh Bachchan: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ટ્રોલ્સને જવાબ આપ્યો છે. ઘણા યુઝર્સે એમને પૂછ્યું કે તેઓ પત્ની જયા બચ્ચન અને વહુ ઐશ્વર્યા રાય  ની જાહેરમાં પ્રશંસા કેમ નથી કરતા. અમિતાભે કહ્યું કે તેઓ પોતાના દિલમાં મહિલાઓ માટે સન્માન રાખે છે અને એ જ સાચું સન્માન છે.

આ સમાચાર પણ વાંચો : Kajol: કાજોલ જેવી દિગ્ગ્જ અભિનેત્રી ને પણ પડે છે પીઆર ની જરૂર, એક્ટ્રેસ એ જણાવ્યું આ પાછળ નું કારણ

“હું દિલથી પ્રશંસા કરું છું, જાહેરમાં નહીં” – અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન એ પોતાના ઘરના બહાર ફેન્સને મળતી તસવીર શેર કરી હતી. એક યુઝરે પૂછ્યું કે તેઓ પત્ની અને વહુની પ્રશંસા કેમ નથી કરતા. તેના જવાબમાં અમિતાભે લખ્યું, “હું તેમની દિલથી પ્રશંસા કરું છું, જાહેરમાં નહીં. મહિલાઓ માટે એ જ સાચું સન્માન છે.” એક યુઝરે અમિતાભ બચ્ચન  ના ફેન્સને “પૈસાથી ખરીદેલા” કહ્યા હતા. તેના જવાબમાં અમિતાભે લખ્યું, “સાબિત કરીને બતાવો, તમે નાના દિમાગના છો. પૈસા આપીને તમે પણ ફેન્સ લઈ આવો.”

અમિતાભ બચ્ચનછેલ્લે ‘કલ્કિ’ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને હવે તેનો બીજો ભાગ શરૂ થવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More