ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
25 ઓગસ્ટ 2020
હાલમાં જ કોરોના વાયરસને હરાવીને બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા અમિતાભ બચ્ચન ફરી સેટ પર પરત ફર્યા છે. તેમણે તેમના પૉપ્યુલર રિયાલિટી કવીઝ ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિનેતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર સેટ પરની તસવીરો પણ શેર કરી છે. જેમાં ક્રૂ મેમ્બર્સ બ્લુ પીપીઈ કિટમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરો સાથે તેમણે કેપ્શન માં લખ્યું છે કે, ‘કામ પર પાછો ફરી રહ્યો છું. બ્લુ કલરની પીપીઈ કિટના સમુદ્રમાં…કેબીસી 12.. 2000થી શરું થયું હતું…આજે વર્ષ 2020માં 20 વર્ષ પૂરા….શાનદાર…જીવનનો લાંબો સફર. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ બિગ બીએ ટ્વિટ કરીને તેમના કામની શરૂઆત વિશે જણાવ્યું હતું..
નોંધપાત્ર વાત છે કે, લોકડાઉન દરમિયાન જ્યારે ફિલ્મો અને ટીવી શોનું શૂટિંગ બંધ થઈ ગયું હતું, ત્યારથી સેલેબ્સ ઘરેથી શૂટિંગ કરી રહ્યાં હતા. દરમિયાન મહાનાયકે પણ કેબીસી-12 માટે ઘરેથી શૂટિંગ કર્યું હતું. શોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, પરંતુ અચાનક બિગ બી કોરોના પોઝિટિવ આવતા બ્રેક લાગી ગયો હતો. એક્ટર બે અઠવાડિયાથી વધુના સમય સુધી હોસ્પિટલમાં ભરતી રહ્યાં હતા. જોકે, હવે હોસ્પિટલથી સાજા થઈને આવ્યા બાદ બિગ બીએ ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ આ વખતે પહેલાં કરતા પણ વધુ સાવધાની વર્તવામાં આવી રહી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com