News Continuous Bureau | Mumbai
અમિતાભ બચ્ચન લાંબા સમયથી ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના હોસ્ટ(KBC host) છે અને તેઓ આ શોમાં અવારનવાર તેમના અંગત જીવન(personal life) સાથે જોડાયેલી ફની વાતો શેર કરે છે. થોડા સમય પહેલા અભિનેતાએ આ જ શોમાં પોતાનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો અને હવે અભિનેતાએ શોમાં તેની પત્ની જયા બચ્ચન (Jaya Bachchan)સાથે જોડાયેલી એક મજાની વાત કહી છે. અમિતાભ બચ્ચને શોમાં કહ્યું છે કે જયા બચ્ચન જ્યારે રોમેન્ટિક મૂડ(romantic mood) માં હોય ત્યારે શું કરે છે?
શો નો નવો પ્રોમો(promo) સામે આવ્યો છે, જેમાં બિગ બી સામે બેઠેલા સ્પર્ધકોને પૂછે છે કે શું તે રસોઈ (cook)બનાવે છે.. તો સ્પર્ધકે કહ્યું કે તે રસોડામાં જાય છે તો તેની પત્ની તેને બહાર કાઢી મૂકે છે, પછી કહે છે કે મારા રસોડામાં પ્રવેશ(no entry) નથી. આ પછી બિગ બીએ તેમને પૂછ્યું કે તેમની પત્ની તેમના માટે શું ભોજન બનાવે છે?તો તે કહે છે કે તેની પત્ની તેના માટે બધું જ બનાવે છે. અમે લડીએ છીએ ત્યારે પણ તે મને લંચમાં નોટ્સ(notes) લખે છે. તેણી લખે છે કે મારા મફિન્સ માટે મફિન્સ. તેમના રોમાંસ વિશે સાંભળીને બિગ બી હસી પડે છે.પછી સ્પર્ધકે બિગ બીને પૂછ્યું કે શું જયા બચ્ચન પણ તેમના માટે લવ નોટ્સ(love notes) મોકલે છે? તો બિગ બીએ કહ્યું, સર, ‘પત્રો તો ક્યારેય મળ્યા નથી. પરંતુ જે દિવસે તે પ્રેમમાં હોય છે, ત્યારે ખુબ જ પ્રેમ થી તે મને તે વસ્તુ ખવડાવે છે જે મને ખૂબ જ પસંદ હોય છે. અમિતાભ બચ્ચનની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે.
આ સમાચાર પણ વાંચો : અનુપમા ના સેટ પર જ મામાજી એ ઉજવ્યો પોતાનો જન્મદિવસ-વનરાજ શાહે ફની અંદાજ માં કર્યું મામાજી ને વિશ-જુઓ મજેદાર વિડીયો
તમને જણાવી દઈએ કે બિગ બી અને જયાએ વર્ષ 1973માં લગ્ન(marriage) કર્યા હતા અને બંનેના 2 બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા છે. બંનેને પૌત્રો નવ્યા, અગસ્ત્ય અને આરાધ્યા પણ છે.