News Continuous Bureau | Mumbai
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આ દિવસોમાં ‘કૌન બનેગા કરોડપતિ 14’ (Kaun Banega Crorepati) હોસ્ટ કરી રહ્યા છે અને આ શો દરમિયાન તેઓ તેમના જીવન સાથે જોડાયેલા રસપ્રદ ખુલાસા કરતા રહે છે. ‘KBC’ ના તાજેતરના એપિસોડમાં બિગ બીએ જયા બચ્ચન (Jaya Bachchan) સાથેના તેમના લગ્ન પાછળનું કારણ જણાવ્યું છે. વાસ્તવમાં, પ્રિયંકા મહર્ષિ (Priyanka Maharshi) નામની એક સ્પર્ધક શોમાં પહોંચી હતી, જેણે કહ્યું કે તે એક બ્યુટી એન્ડ વેલનેસ એકેડમીમાં (Beauty and Wellness Academy) મેનેજર છે. બિગ બી પ્રિયંકાની વાતથી પ્રભાવિત થયા અને તેના વખાણ કરવા લાગ્યા.
વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને પ્રિયંકાના લાંબા વાળના (long hair) વખાણ કર્યા, પછી તેમને જયા બચ્ચન સાથે લગ્ન કરવાનું કારણ યાદ આવ્યું. બિગ બીએ કહ્યું, “આ લાંબા વાળ ના કારણે મે મારી પત્ની જયા સાથે લગ્ન કર્યા હતા. તેમના વાળ ઘણા લાંબા હતા.” પ્રિયંકા મહર્ષિની સાથે શોમાં હાજર અન્ય સ્પર્ધકો અને દર્શકો પણ અમિતાભ બચ્ચનની વાત સાંભળીને હસી પડ્યા હતા.તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની (Amitabh Bachchan and jaya bhaduri ) લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. કહેવાય છે કે બોલિવૂડમાં બેક ટુ બેક 12 ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ અમિતાભ બચ્ચને મુંબઈ છોડવાનું મન બનાવી લીધું હતું. આવા સમયે તેને દિગ્દર્શક પ્રકાશ મહેરાની ફિલ્મ ‘ઝંજીર’ (Zanjeer) મળી. તે સમયે અમિતાભ બચ્ચનની સતત ફ્લોપ ફિલ્મોને કારણે કોઈ હિરોઈન તેમની સાથે કામ કરવા ઈચ્છતી ન હતી. ત્યારબાદ જયા ભાદુરી એ આ ફિલ્મ સાઈન કરી હતી. તેને અમિતાભ બચ્ચનનું નસીબ કહો કે ફિલ્મ માટે તેમની લેડી લક (lady luck), પરંતુ ‘ઝંજીર’ અમિતાભની પ્રથમ હિટ ફિલ્મ સાબિત થઈ અને આ ફિલ્મે બિગ બીને એંગ્રી યંગ મેન (angry young man) તરીકે સ્થાપિત કર્યા.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..
જયા બચ્ચને એકવાર કહ્યું હતું કે અમિતાભ બચ્ચન સાથે તેની પ્રથમ મુલાકાત પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં (Pune film institute) થઈ હતી, જ્યાં તે વિદ્યાર્થી હતી. જયાને પહેલી નજરમાં જ અમિતાભ સાથે પ્રેમ થઈ( love at first sight) ગયો હતો. કહેવાય છે કે ‘ઝંજીર’ની સફળતા પછી જ્યારે અમિતાભ બચ્ચન તેના સેલિબ્રેશન માટે લંડન (London) જવા માંગતા હતા ત્યારે જયા અન્ય મિત્રો સાથે તેમની સાથે ગયા હતા. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચને (Harivansh rai bachchan) તેમની સામે એક શરત મૂકી કે તેઓ અને જયા લગ્ન પછી જ સાથે લંડન જઈ શકે છે. આખરે 1973માં અમિતાભ અને જયાના લગ્ન થયા.
Join Our WhatsApp Community