Site icon

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન

Amitabh Bachchan: ઓબેરોય એક્સક્વિઝિટ ટાવરમાં આવેલા બે એપાર્ટમેન્ટ વેચીને અમિતાભ બચ્ચન એ 12 કરોડની ડીલ કરી

Amitabh Bachchan Sells Two Luxury Apartments, Earns 47% Profit

Amitabh Bachchan Sells Two Luxury Apartments, Earns 47% Profit

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન એ મુંબઈના ગોરેગાંવ ઈસ્ટમાં આવેલા બે લક્ઝરી એપાર્ટમેન્ટ વેચીને 47% નો નફો મેળવ્યો છે. આ બંને એપાર્ટમેન્ટ ઓબેરોય એક્સક્વિઝિટ ટાવરના 47મા માળ પર હતા. 2012માં 8.12 કરોડમાં ખરીદેલા આ ફ્લેટ હવે 12 કરોડમાં વેચાયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mahhi Vij: ભંગાણ ના આરે જય અને માહી નું લગ્નજીવન! એલિમની નહીં પતિ પાસે થી આ વસ્તુ ની ઈચ્છે છે અભિનેત્રી, નજીક ના વ્યક્તિ એ કર્યો ખુલાસો

ટ્રાંઝેક્શન અને ખરીદદાર

આ ડીલ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ રજિસ્ટર થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ ખરીદદાર આશા ઈશ્વર શુક્લા અને મમતા સુરજદેવ શુક્લા છે. ટ્રાંઝેક્શન માટે 30 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને 30 હજાર રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી. બંને એપાર્ટમેન્ટમાં કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. જાન્યુઆરી 2025માં અમિતાભે અંધેરીની એટલાન્ટિસ બિલ્ડિંગમાં આવેલ 83 કરોડના વિશાળ ડુપ્લેક્સ પણ વેચ્યા હતા. તાજેતરમાં તેમણે અલીબાગમાં ‘A Alibaug’ પ્રોજેક્ટના ફેઝ-2માં 6.59 કરોડના ત્રણ પ્લોટ ખરીદ્યા છે. 2024માં અમિતાભ અને અભિષેકે ઓબેરોય રિયલ્ટીના ‘Eternia’ પ્રોજેક્ટમાં 24.94 કરોડના 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા.


અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ શો હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં તેઓ પોતાની પર્સનલ લાઈફના અપડેટ્સ પણ શેર કરે છે. આગામી ફિલ્મ ‘રામાયણ’માં તેઓ જટાયુની ભૂમિકા નિભાવી રહ્યા છે. સાથે જ ‘Kalki AD 2898’ના બીજા ભાગમાં પણ તેઓ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version