News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બિગ બી તેમના અંગત જીવન થી લઇ ને વિનોદી કેપશન સુધી ચાહકો નું ડિજિટલ મડિયા દ્વારા તેમનું મનોરંજન કરે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવેલી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પીઢ અભિનેતાની આ પોસ્ટને તેના ચાહકો તરફથી રમૂજી પ્રતિક્રિયાઓ મળી રહી છે.
અમિતાભ બચ્ચને તસવીર શેર કરી તસવીર
થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી હતી. આ તસવીર શેર કરતાં બિગ બી એ લખ્યું, “એઆઈ જીંદાબાદ!”. બિગ બી ની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
અમિતાભ બચ્ચન ની તસવીર પર લોકો ની પ્રતિક્રિયા
યુઝર્સ અમિતાભ બચ્ચનના ફોટો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક મીડિયા યુઝરે લખ્યું, તમે AI કરતા વધુ સારા દેખાઓ છો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘રિયલ ઈઝ બોસ’. અમિતાભ બચ્ચન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો બિગ બી કલ્કી 2898 એડી અને બટરફ્લાય જેવી કેટલીક ફિલ્મો છે. અમિતાભ બચ્ચન રજનીકાંત સાથે ફિલ્મ થલાઈવર 170માં તમિલમાં ડેબ્યૂ કરવા તૈયાર છે.
આ સમાચાર પણ વાંચો : Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ‘ટાઈગર 3’ને મળ્યું UA સર્ટિફિકેટ, ફિલ્મના રિલીઝ સમયે શાહરુખ ખાન ના ચાહકો ને પણ મળશે સરપ્રાઈઝ
