News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: નાગ અશ્વિન ની બહુ ચર્ચિત ફિલ્મ કલ્કિ 2898 એડી ( Kalki 2898 AD ) માં સાઉથ સુપર સ્ટાર પ્રભાસ ( Prabhas ) અને દીપિકા પાદુકોણ ( Deepika Padukone ) સાથે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અમિતાભ બચ્ચને આ ફિલ્મને લઈને એક મોટું અપડેટ શેર કર્યું છે અને જણાવ્યું છે કે આ ફિલ્મ નું શૂટિંગ ( Film Shooting ) કેવી રીતે ચાલી રહ્યું છે.
અમિતાભ બચ્ચન એ શેર કર્યું અપડેટ
અમિતાભ બચ્ચન ‘કલ્કી 2898 એડી’ માટે મોડી રાત સુધી કામ કરી રહ્યા છે જેનો ખુલાસો બિગ બી એ પોતાના બ્લોગ માં કર્યો છે આ સાથે જ તેમને ફિલ્મ ના તેમના અનુભવ વિશે શેર કરતા લખ્યું, “ફરીથી મોડું થઇ ગયું … કલ્કિનું શૂટિંગ પૂરું થઈ રહ્યું છે, મને કામ પરથી પાછા ફરવામાં મોડું થઈ રહ્યું છે… જેમ કે કહેવામાં આવે છે કે ફિલ્મ 9મી મેના રોજ રિલીઝ થશે… તેથી હું બધું બરાબર અને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. અંતિમ પ્રયાસ ચાલી રહ્યો છે. જેનું નિર્માતાઓએ દર્શકોને વચન આપ્યું છે.”
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024 Date: લોકસભા ચૂંટણી 2024ની તારીખો આવતી કાલે બપોરે 3 વાગ્યે જાહેર કરાશે, ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત..