Site icon

જ્યારે બોક્સિંગ મેચમાં અમિતાભ બચ્ચનના નાકમાંથી લોહી વહેવા લાગ્યું, ત્યારે તેમને તેમના પિતા પાસેથી મળ્યો હતો જીવનનો સૌથી મોટો પાઠ

અમિતાભ બચ્ચન પોતાના જીવન સાથે જોડાયેલી વાતો બ્લોગમાં શેર કરતા રહે છે. તાજેતરમાં, અભિનેતા એ તેની શાળામાં યોજાયેલી બોક્સિંગ મેચ વિશે જણાવ્યું, જેમાં તેમના નાક માંથી લોહી નીકળવા લાગ્યું હતું. પછી પિતાએ તેને પાઠ ભણાવ્યો હતો.

amitabh bachchan shares father message after defeat in boxing match in school

જ્યારે બોક્સિંગ મેચમાં અમિતાભ બચ્ચનના નાકમાંથી લોહી વહેવા લાગ્યું, ત્યારે તેમને તેમના પિતા પાસેથી મળ્યો હતો જીવનનો સૌથી મોટો પાઠ

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન ગમે તેટલા વ્યસ્ત હોય, તેઓ બ્લોગ લખવાનું ભૂલતા નથી. તેમના બ્લોગમાં તેઓ ઘણીવાર જૂની યાદો અને વાતો શેર કરે છે. તાજેતરમાં તેમણે  તેમના શાળાના દિવસોનો એક કિસ્સો શેર કર્યો અને કહ્યું કે તે બોક્સિંગ મેચમાં ઘાયલ થયા હતા. તેના નાકમાંથી લોહી નીકળતું હતું અને આંખ નીચે કાળા ડાઘ પડી ગયા હતા. તેમણે તેના પિતા હરિવંશરાય બચ્ચનને પત્ર લખીને આ માહિતી આપી હતી. જવાબમાં, પિતાએ તેને એક પુસ્તક મોકલ્યું, જે તેના માટે જીવનનો સૌથી મોટો પાઠ બની ગયો. બિગ બીએ જણાવ્યું કે તાજેતરમાં જ પત્ની જયા બચ્ચનને તેમના પિતાનું આ જ પુસ્તક તેમની લાઇબ્રેરીમાંથી મળ્યું હતું. તે પુસ્તક હવે જીર્ણ થઈ ગયું છે પરંતુ તે હજી પણ વાંચી શકાય છે.

Join Our WhatsApp Community

 

બિગ બીએ પિતાને પત્ર માં જણાવી હતી આ વાત 

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં તેમના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે તે ચોથા કે પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમણે સ્કૂલ બોક્સિંગ મેચમાં ભાગ લીધો હતો. જોકે આ મેચમાં તે ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા બાદ તેમણે તેના પિતાને પત્ર લખીને તેની જાણકારી આપી હતી. જવાબ આપવાને બદલે પિતાએ તેમને 1953માં કેમ્બ્રિજથી એક પુસ્તક મોકલ્યું, જેના પર તેમનો સંદેશ લખાયેલો હતો. બ્લોગમાં બિગ બીએ લખ્યું- ‘હા, અને આ આકર્ષણ વાજબી છે જ્યારે બાબુજીના પુસ્તકો લાઇબ્રેરીમાં રાખવામાં આવે છે, સંજોગવશાત તમને એક પુસ્તક મળે છે જે તેમના હસ્તાક્ષર હોય અને તમને સમર્પિત કરેલું હોય.

આ સમાચાર પણ વાંચો: કોરિયન ભાષામાં બનવા વાળી પ્રથમ ભારતીય ફિલ્મ હશે ‘દ્રશ્યમ’, ઓસ્કાર વિજેતા ફિલ્મ નો આ અભિનેતા ભજવશે મુખ્ય ભૂમિકા

બિગ બીને પિતાનો મેસેજ મળ્યો

અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું – લાંબા સમય પછી, તેમને તેમના પિતા દ્વારા મોકલાયેલ પુસ્તક મળ્યું, જે ફક્ત બોક્સિંગ સાથે સંબંધિત હતું. પહેલા પેજ પર તેમની સહી હતી અને તેના પર લખેલું હતું – ‘સારી સખત મારામારી મનને આનંદ આપે છે.’ બિગના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે સાઉથના અભિનેતા પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે એક ફિલ્મ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. આ સિવાય  તેમની ગેમ ‘કૌન બનેગા કરોડપતિ’ ની નવી સીઝન પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version