Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!

Amitabh Bachchan: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અમિતાભ બચ્ચન જીગરી મિત્રને મળવા પહોંચ્યા, વીડિયો વાયરલ

by Zalak Parikh
Amitabh Bachchan Spotted Driving Near Dharmendra’s House After His Discharge

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર ને તાજેતરમાં બ્રીચકેન્ડી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10 નવેમ્બરે તેમની તબિયત ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા. હવે તેઓ સ્થિર છે અને ઘરે જ સારવાર લઈ રહ્યા છે. 12 નવેમ્બરે તેમને જુહૂ સ્થિત બંગલામાં લાવવામાં આવ્યા. આ દરમિયાન અમિતાભ બચ્ચન પોતે ગાડી ચલાવીને ધર્મેન્દ્રને મળવા પહોંચ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી

ધર્મેન્દ્ર અને અમિતાભની દોસ્તી: શોલે થી રામ બલરામ સુધી

અમિતાભ અને ધર્મેન્દ્રની દોસ્તી બોલીવૂડમાં મિસાલરૂપ છે. બંનેએ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ ‘શોલે’ માં જય અને વિરુની જોડી આજે પણ કલ્ટ ક્લાસિક માનવામાં આવે છે. ઉપરાંત ‘ગુડ્ડી’, ‘ચુપકે ચુપકે’ અને ‘રામ બલરામ’  જેવી ફિલ્મોમાં પણ બંને સાથે દેખાયા હતા.ધર્મેન્દ્ર હોસ્પિટલમાં હતા ત્યારે તેમને મળવા માટે અનેક સ્ટાર્સ આવ્યા હતા, જેમાં સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન, ગોવિંદા અને અમીશા પટેલ  નો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


10 નવેમ્બરે ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હવે તેઓ સારવારને સારી રીતે પ્રતિસાદ આપી રહ્યા છે. પરિવાર તેમને ઘરે લાવી ચૂક્યો છે અને હવે ઘરેથી જ સારવાર ચાલુ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More