News Continuous Bureau | Mumbai
Amitabh bachchan birthday: સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2023 ના રોજ તેમનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન લગભગ પાંચ દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. બિગ બી એ 1969માં આવેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન તેમને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. અમિતાભ બચ્ચન 31 વર્ષથી સતત, દર રવિવારે અને તેમના જન્મદિવસ પર તેમના ચાહકોને મળે છે. આ વખતે પણ એવું જ જોવા મળ્યું. અમિતાભ બચ્ચન અડધી રાત્રે જ પોતાના ચાહકો પાસે પહોંચ્યા હતા.અને તેમના ચાહકો ને સરપ્રાઈઝ આપ્યું હતું
અમિતાભ બચ્ચને તેમના ફેન્સ ને આપ્યું સરપ્રાઈઝ
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમના જન્મદિવસ પર તેમના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. તે અડધી રાત્રે જલસાના ગેટ પર આવી ને તેમના ચાહકો ને મળ્યા અને હંમેશની જેમ મંચ પર ખુલ્લા પગે ઊભા રહીને તેમણે તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન અમિતાભ બચ્ચન ફંકી લુક માં જોવા મળ્યા હતા.. તેમણે ટ્રેક સૂટ પહેર્યો હતો અને માથા પર કેપ હતી.હંમેશ ની જેમ તેમની સ્ટાઇલ જોરદાર હતી.
આ વીડિયોમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે અમિતાભની પાછળ જોવા મળેલી ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન અને નવ્યા નવેલી, જેઓ કેમેરાથી બચતા જોવા મળે છે. ત્રણેય છુપાઈને અમિતાભને જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન પોતાના આખા પરિવાર સાથે જલસામાં રહે છે. તે તેની નાતિન નવ્યા નવેલી નંદા અને પૌત્રી આરાધ્યાની ખૂબ નજીક છે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan on KBC 15: સૌને હિંમત આપનાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ના મંચ પર થઇ ગયા ભાવુક, આંખમાં આવેલ આંસુ લૂછતાં કહી આ વાત
