News Continuous Bureau | Mumbai
કૌન બનેગા કરોડપતિ ૧૪'નો(Kaun Banega Crorepati 14') પહેલો એપિસોડ ખુબ જ શાનદાર રહ્યો. આ શોનો પહેલો સ્પેશિયલ એપિસોડ(Special Episode) ‘આઝાદી કા ગૌરવ પર્વ’(Azadi ka gaurav parv) નામથી ૭૫મા સ્વતંત્રતા દિવસને(Independence Day) ડેડિકેટ હતો. પહેલા એપિસોડમાં પહોંચેલા આમિર ખાન(Aamir Khan), સુનીલ છેત્રી(Sunil Chhetri), એમસી મેરી કોમની(MC Mary Com) સાથે મેજર ડી.પી.સિંહ(Major DP Singh) અને મહિલા ઓફિસર(Female Officer ) કર્નલ મિતાલી મધુમિતાએ(Colonel Mithali Madhumita) ચાર ચાંદ લગાવી દીધા. હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચનને(Amitabh Bachchan) આ બધા દિગ્ગજોને ઘણા સવાલ કર્યા હતા. તે સિવાય આ બધાએ પોતાના વિશે કેટલીક ખાસ બાબતો જણાવી હતી જેને જાણીને દર્શકો ખુશ થઈ જશે.
શોમાં આમિર ખાને ખુલાસો કર્યો કે તે અમિતાભ બચ્ચનના કારણે ટિ્વટર(Twitter) પર આવ્યો છે. તેમજ સુનીલ છેત્રીએ અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘મિસ્ટર નટવરલાલ’નો(Mr Natwarlal) ડાયલોગ બોલાવીને દર્શકોનું દિલ જીતી લીધું.
શોના સામે આવેલા પ્રોમોમાં આમિર ખાનને એવું કહેતા જાેઈ શકાય છે કે, હું ટિ્વટર પર છું, અમિતજી મારાથી કંઈ ટ્વીટ થતી નથી, ખબર નથી. મારા જેટલા પણ મિત્રો છે જ્યારે તેમની ફિલ્મો આવતી હતી તો હું ટિ્વટર પર બધાની ફિલ્મો પ્રમોટ કરતો હતો, બીજું કંઈ કરતો નહોતો. આ વિશે અમિતાભ, આમિરની મજાક ઉડાવતા પૂછે છે કે, તમે ઘણી બધી ફિલ્મોનો પ્રચાર કરો છો પરંતુ કેબીસી(KBC) પર એક શબ્દ પણ નહીં. અમિતાભના આ સવાલનો જવાબ આપતા આમિર ખાન કહે છે કે કેબીસીને પ્રમોશનન(Promotion) જરૂર નથી.
આ સમાચાર પણ વાંચો : બધા દિવસ એક સમાન નથી હોતા- અમિતાભને ફિલ્મમાંથી કાઢી મુકાયો હતો અને ત્યારબાદ રી એન્ટ્રી થઈ અને ફિલ્મ ગઈ સુપરહિટ
શોમાં આમિર ખાનની મજાક ઉડાવ્યા પછી ફૂટબોલર સુનીલ છેત્રી સાથે અમિતાભ બચ્ચન મસ્તી કરતા જોવા મળે છે. શોમાં અમિતાભ સુનીલને ડાયરેક્ટ ફૂટબોલની ટ્રિક(Football trick) બતાવવાનું કહે છે. સુનીલ શોમાં સ્ટેજ પર ફૂટબોલની સાથે પોતાનું ટેલેન્ટ બતાવે છે. તેના પછી સુનીલ છેત્રી અમિતાભ બચ્ચનને કહે છે કે,તે એક એક ડાયલોગ બોલશે, શું તેને પૂરો કરી શકશો. સુનીલ છેત્રી ૧૯૭૯માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર નટરવરલાલ’ના ડાયલોગ બોલે છે, ‘મર ગયા? લેકિન આપ તો જિંદા હો? અમિતાભ બચ્ચન કહે છે, ‘યે જીના ભી કોઈ જીના હે લલ્લુ?’