News Continuous Bureau | Mumbai
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને શ્રી રામ જન્મભૂમિ (Ram Janmbhoomi) ના ઇતિહાસ પર આધારિત ફિલ્મ માટે તેમનો અવાજ (Voice) આપવા વિનંતી કરવામાં આવી છે. શ્રી રામ મંદિર નિર્માણ સમિતિએ શુક્રવારે (25 નવેમ્બર) એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
“ફિલ્મના નિર્માણની દેખરેખ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં લેખક અને ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી, ફિલ્મ નિર્દેશક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, જાણીતા લેખક યતિન્દ્ર મિશ્રા અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સચિવનો સમાવેશ થાય છે તેવું જણાવવામાં આવે છે. શ્રી રામ મંદિર (Ram Mandir) નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા અમિતાભ બચ્ચનને ફિલ્મના વર્ણન માટે અવાજ (Voice) આપવા માટે વિનંતી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: કોલેસ્ટ્રોલ તમારી જીંદગી કરી દેશે બરબાદ, કાબૂ કરવા માટટે સામેલ કરી લો આ વસ્તુ
આ ચેનલ પર ફિલ્મ આવશે
શ્રી રામ જન્મભૂમિના ઈતિહાસ (history) ને લઈને આ ફિલ્મ દૂરદર્શન ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ટ્રસ્ટે મંદિરના નિર્માણના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવા માટે ડિસેમ્બર 2023નો સમય નક્કી કર્યો છે. જો બધુ અપેક્ષા મુજબ ચાલશે તો જાન્યુઆરી 2024માં મુખ્ય મંદિરના દરવાજા તમામ ભક્તો માટે ખુલશે. આ અંગે ઝડપથી કામ ચાલી રહ્યું છે. તે જ સમયે, ટ્રસ્ટનો એવો પણ દાવો છે કે તે સમય પહેલા પૂર્ણ થઈ જશે.
આટલું કામ કર્યું
રામ મંદિર (Ram Mandir) નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ગયા મહિને જ કહ્યું હતું કે 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તે ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. તમને જણાવી દઈએ કે 9 નવેમ્બર 2019ના રોજ તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 જજોની બંધારણીય બેંચના નિર્ણય બાદ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો: Vastu Tips : ખોટી દિશામાં ટીવી મુકવાથી થાય છે ધનનું નુકસાન, જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા