ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર કંઈ ને કંઈ પોસ્ટ કરતા રહે છે. આ સાથે તે તેમની દિનચર્યાની માહિતી ચાહકો સાથે શૅર કરવાનું ચૂકતા નથી. તાજેતરમાં જ બિગ બીએ તેમના ફેસબુક ઍકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી, જેના કારણે તેમને લોકોના ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
હકીકતમાં, બિગ બીએ ફેસબુક પર એક પોસ્ટ શૅર કરી હતી. તસવીરમાં તેમણે બે મહાન શાયરોનાં નામે ભૂલથી ફેક શાયરી શૅર કરી હતી. આ તસવીરો શૅર કરતાં તેમણે લખ્યું હતું કે ‘શાયરી બનામ શાયરી’ તસવીરમાં દાવો કરાયો હતો કે લખાયેલી શાયરી મશહૂર શાયર ગાલિબ અને ઇકબાલની છે. ખરેખર આ બન્ને શાયરી ના તો ગાલિબની છે કે ના તો ઇકબાલની છે.
સાંગલીમાં વ્યાપારીઓ લૉકડાઉનના વિરોધમાં રસ્તા પર ઊતર્યા; કર્યું ભીખ માગો આંદોલન, જાણો વિગત
લોકો અમિતાભ બચ્ચનને જોરશોરથી ટ્રોલ કરી રહ્યાં છે. કેટલાક તેને શિક્ષક બદલવાનું કહેતા હોય છે અને કેટલાક તેને પોસ્ટ પહેલાં ક્રૉસ ચેક કરવાનું કહેતા હતા. એક પછી એક યુઝર્સ બિગ બીને સતત ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અમિતાભ બચ્ચને વેરિફાય કર્યા વિના ક્યાંકથી આ શાયરી લેવાઈ છે. તો કેટલાક યુઝર્સે લખ્યું : અમિતાભ બચ્ચને મહાન શાયર ગાલિબનું અપમાન કર્યું છે. એક યુઝર્સે લખ્યું : આપની ટીમ બદલો પ્રભુ, કૃપયા ચકાસણી કર્યા વિના કોઈ પોસ્ટ ન કરો. બીજા એક યુઝર્સે લખ્યું : આજે જો ગાલિબ જીવતા હોત તો આપઘાત કરી લીધો હોત.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ અમિતાભ બચ્ચન ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેમની ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે અને કેટલાકનું શૂટિંગ સમાપ્ત થવાનું છે. તેમના આગામી પ્રોજેક્ટ્સની સૂચિમાં ‘ઝુંડ’, ‘ચેહરે’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘મેડે’ સહિતની ઘણી ફિલ્મો સામેલ છે