News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: નિતેશ તિવારી તેમની ફિલ્મ રામાયણ ને કારણે ચર્ચા માં છે. આ ફિલ્મ ને સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા નવા અપડેટ આવતા રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માં રણબીર કપૂર, માતા સીતા ની ભૂમિકા માં સાઈ પલ્લવી, રાવણ ની ભૂમિકા માં સાઉથ સુપરસ્ટાર યશ, કૈકઈ ની ભૂમિકામાં લારા દત્તા અને પવનપુત્ર હનુમાન ની ભૂમિકામાં સની દેઓલ ના નામ લગભગ ફાઇનલ થઇ ચુક્યા છે. થોડા દિવસ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે વિભીષણ ની ભૂમિકા માટે વિજય સેતુપતિ નો સંપર્ક કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ સાથે વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે અને તે નામ એ અમિતાભ બચ્ચન. જી હા અમિતાભ બચ્ચન ને પણ આ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra: 88 વર્ષ ની ઉંમર માં ધર્મેન્દ્ર એ બદલ્યું પોતાનું નામ, જાણો ઇન્ડસ્ટ્રીના ‘હી-મેન’ ના નવા ઓનસ્ક્રીન નામ વિશે
અમિતાભ બચ્ચન ને રાજા દશરથ ની ભૂમિકા માટે કરવામાં આવ્યા અપ્રોચ
એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ નિતેશ તિવારીની ‘રામાયણ’માં ભગવાન રામના પિતા રાજા દશરથ ની ભૂમિકા માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો છે.ફિલ્મની ટીમે અન્ય મહત્વના રોલ માટે કાસ્ટિંગને ફાઈનલ કરી દીધું છે. જો કે આ સમાચાર અંગે હજુ સુધી અમિતાભ બચ્ચન અને ફિલ્મ ના મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.