News Continuous Bureau | Mumbai
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમરીશ પુરી તેમના દમદાર અભિનય માટે જાણીતા હતા. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી, જેને દર્શકો આજ સુધી જોવાનું પસંદ કરે છે. આજે આપણે દિવંગત અભિનેતાને તેમની 91મી બર્થ એનિવર્સરી પર યાદ કરી રહ્યા છીએ. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કઠિન, છતાં નરમ દિલના ‘બાઉજી’થી લઈને ‘મિસ્ટર ઈન્ડિયા’માં ખલનાયક ‘મોગેમ્બો’ની ભૂમિકા ભજવવા સુધી, અમરીશ પુરીએ ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. “મોગેમ્બો ખુશ હુઆ” અને ‘આઓ કભી હવેલી’ જેવા તેના ક્લાસિક સંવાદો હજુ પણ ચાહકો દ્વારા રીલ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
અમરીશ પુરી નું અંગત જીવન
અમરીશ પુરી તેમના મોટા ભાઈઓ – અભિનેતા મદન પુરી અને ચમન પુરીના પગલે ચાલીને 1950ના દાયકાની શરૂઆતમાં બોમ્બે ગયા. તેની પ્રથમ સ્ક્રીન ટેસ્ટમાં નાપાસ થયા પછી, ‘અભિનેતાને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) માં નોકરી મળી. ESIC માટે કામ કરતી વખતે, અભિનેતાએ થિયેટરમાં પણ ઝંપલાવ્યું, જેના કારણે તે પછીથી ટીવી અને છેવટે ફિલ્મોમાં કામ કરવા લાગ્યા. અમરીશ પુરીએ 40 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેને 1970માં આવેલી ફિલ્મ ‘પ્રેમ પૂજારી’થી બ્રેક મળ્યો હતો. તેમણે વધુ વિલનની ભૂમિકા ભજવી, જેના કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી.
આ કાર્ટૂન ના દીવાના હતા અમરીશ પુરી
અમરીશ પુરીએ સની દેઓલની ગદરમાં અશરફ અલીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેમના તમામ સંવાદો ખૂબ ફેમસ થયા હતા. મોગેમ્બો, બાબા ભૈરોનાથ, જનરલ ડોંગ, રાજા સાહેબ, કરણ-અર્જુન, પરદેશ જેવી ફિલ્મોમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ ઘણી ફિલ્મોમાં સકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી હતી. જેમાં દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, મુઝસે શાદી કરોગી, અને વિરાસત જેવી ફિલ્મો સામેલ છે. બીજી ખાસ વાત એ છે કે દિવંગત એક્ટર ટોમ એન્ડ જેરી ના દીવાના હતા અને કલાકો સુધી તેને જોતા હતા.
આ સમાચાર પણ વાંચો: રશ્મિકા મંદન્નાએ બોલિવૂડ ના આ અભિનેતાની કરી પ્રશંસા, જણાવ્યો તેને એક મજબૂત અભિનેતા અને અદભુત માણસ