બોલિવૂડ અભિનેત્રી અમાયરા દસ્તુરે શેર કરી ફોટોશૂટની તસવીરો, ગ્લેમરસ અવતાર જોઈ ચાહકો થયા દિવાના ; જુઓ તસવીરો 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર

બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા અપલોડ કરીને હેડલાઇન્સમાં રહે છે. અમાયરાનું ઇન્સ્ટાગ્રામ બોલ્ડ અને સ્ટાઇલિશ ફોટાથી ભરેલું છે. સોશિયલ મીડિયા પર અમાયરા દસ્તુરના લાખો ચાહકો છે, જેઓ તેમની તસવીરો પર દિલ ખોલીને લાઇક્સ અને કમેન્ટ્સ કરે છે. 

આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં તેણે ઓફ વ્હાઇટ આઉટફિટ પહેર્યો છે. ઓપન હેર લુકમાં અભિનેત્રી ખુબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. અમાયરા દસ્તુર બોલિવૂડમાં તેની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. અમાયરા દસ્તુર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલને ફોલો કરે છે.

આપને જણાવી દઇએ કે ખૂબ જ ટૂંકા ગાળામાં અમાયરા દસ્તુરે ચાહકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર અમાયરા દસ્તુર ક્યારેક તેના ટ્રેડિશનલ લુકની, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલની તો ક્યારેક તેના બોલ્ડ અવતારથી આગ લગાવતી રહે છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More