News Continuous Bureau | Mumbai
Anant-Radhika: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવવાના છે. કપલ માર્ચ મહિનામાં લગ્ન કરશે. આ માટે અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર જોરશોર થી લગ્ન ની તૈયારી કરી રહ્યા છે. લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન લગ્નના કાર્યક્રમો યોજાશે. લગ્ન પહેલાના કાર્યક્રમો ખૂબ જ ભવ્ય રીતે યોજવામાં આવશે. જેમાં કેટરિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
અનંત-રાધિકા ના પ્રિ વેડિંગ નું ફૂડ મેનુ
અનંત-રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સાથે જોડાયેલી એક હોસ્પિટાલિટી ટીમે મીડિયા ને જણાવ્યું કે,પ્રિ વેડિંગ ફંક્શન માં આવનાર મહેમાનો ની પસંદગી નું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત ડાયેટ નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. રિપોર્ટ મુજબ પ્રી-વેડિંગ બેશ માટે ઈન્દોરના લગભગ 65 શેફની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. ઈવેન્ટમાં ઈન્દોરી ફૂડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મહેમાનોને ઈન્દોરની પ્રખ્યાત સરાફા ચોપાટી અને છપ્પનની સ્ટ્રીટ ફૂડ અને વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે.આ ઉપરાંત પારસી, થાઈ, મેક્સિકન, જાપાનીઝ ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફોકસ પેન એશિયા પેલેટ પર રહેશે. ત્રણ દિવસ સુધી મહેમાનોને 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં નાસ્તો, લંચ, રાત્રિભોજન અને મધ્યરાત્રિના નાસ્તાનો સમાવેશ થશે.
આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા ના જીવન માં ખુશી લાવવા શું શો માં થશે આ જુના પાત્ર ની એન્ટ્રી? અભિનેતા એ જણાવી હકીકત
મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી મુજબ નાસ્તાના મેનૂમાં 70 વિકલ્પો હશે. તેમજ મહેમાનો ને લંચમાં 250 અને ડિનરમાં 250 પ્રકારની વાનગી પીરસવામાં આવશે. આ ઉપરાંત ફંક્શનમાં કોઈ વાનગીનું પુનરાવર્તન કરવામાં નહીં આવે. વેગન ખાનારાઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાર્ટીની મજા માણી રહેલા મહેમાનો માટે મધરાત નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.