Anant-Radhika: અનંત-રાધિકા ના 3દિવસ ચાલનારા પ્રિ વેડિંગ ફૂડ માં મહેમાનો ને ચાખવા મળશે ઇન્દોરી સ્વાદ, આટલા શેફ મળીને બનાવશે અધધ આટલા બધા પકવાન

Anant-Radhika: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ના લગ્ન ના પ્રી-વેડિંગ ફંક્શન માર્ચના પહેલા સપ્તાહમાં શરૂ થશે. આ લગ્ન પહેલાંના પ્રસંગ ને ખાસ બનાવવા માટે આવનારા મહેમાનો માટે ખાસ વ્યંજન તૈયાર કરવામાં આવશે.

anant amabani radhika merchant pre wedding bash food menu

anant amabani radhika merchant pre wedding bash food menu

News Continuous Bureau | Mumbai 

Anant-Radhika: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવવાના છે. કપલ માર્ચ મહિનામાં લગ્ન કરશે. આ માટે અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર જોરશોર થી લગ્ન ની તૈયારી કરી રહ્યા છે. લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન લગ્નના કાર્યક્રમો યોજાશે. લગ્ન પહેલાના કાર્યક્રમો ખૂબ જ ભવ્ય રીતે યોજવામાં આવશે. જેમાં કેટરિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 

અનંત-રાધિકા ના પ્રિ વેડિંગ નું ફૂડ મેનુ 

અનંત-રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સાથે જોડાયેલી એક હોસ્પિટાલિટી ટીમે મીડિયા ને જણાવ્યું કે,પ્રિ વેડિંગ ફંક્શન માં આવનાર મહેમાનો ની પસંદગી નું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત ડાયેટ નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. રિપોર્ટ મુજબ પ્રી-વેડિંગ બેશ માટે ઈન્દોરના લગભગ 65 શેફની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. ઈવેન્ટમાં ઈન્દોરી ફૂડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મહેમાનોને ઈન્દોરની પ્રખ્યાત સરાફા ચોપાટી અને છપ્પનની સ્ટ્રીટ ફૂડ અને વાનગીઓનો સ્વાદ પણ માણવા મળશે.આ ઉપરાંત પારસી, થાઈ, મેક્સિકન, જાપાનીઝ ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફોકસ પેન એશિયા પેલેટ પર રહેશે. ત્રણ દિવસ સુધી મહેમાનોને 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં નાસ્તો, લંચ, રાત્રિભોજન અને મધ્યરાત્રિના નાસ્તાનો સમાવેશ થશે.

આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા ના જીવન માં ખુશી લાવવા શું શો માં થશે આ જુના પાત્ર ની એન્ટ્રી? અભિનેતા એ જણાવી હકીકત

મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી મુજબ નાસ્તાના મેનૂમાં 70 વિકલ્પો હશે. તેમજ મહેમાનો ને લંચમાં 250 અને ડિનરમાં 250 પ્રકારની વાનગી પીરસવામાં આવશે. આ ઉપરાંત ફંક્શનમાં કોઈ વાનગીનું પુનરાવર્તન કરવામાં નહીં આવે. વેગન ખાનારાઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાર્ટીની મજા માણી રહેલા મહેમાનો માટે મધરાત નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

 

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version