Anant ambani and Radhika merchant: રાધિકા મર્ચન્ટે તોડી અંબાણી પરિવાર ની આ પરંપરા, બોડીકૉન ડ્રેસ માં થવા વાળી દુલ્હન ને જોતો જ રહી ગયો અનંત અંબાણી

Anant ambani and Radhika merchant: અંબાણી પરિવાર માં કોઈપણ ઇવેન્ટ હોય પરિવાર ના સભ્યો ના શરીર પર ઘરેણાં જોવા મળતા હોય છે. રાધિકા એ અંબાણી પરિવાર ની આ પરંપરા તોડી હતી. રાધિકા ની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે ઘરેણાં વગર જોવા મળી રહી છે.

by Zalak Parikh
anant ambani and radhika merchant second pre wedding bride radhika look elegant in white gown

News Continuous Bureau | Mumbai

Anant ambani and Radhika merchant: રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી જુલાઈ મહિનામાં લગ્ન ના બંધન માં બંધાશે. તાજેતર માં જ રાધિકા એન અનંત ના બીજા પ્રી-વેડિંગ ફંક્શન ઇટાલી અને ફ્રાન્સ વચ્ચે ક્રૂઝ પર યોજાયા હતા. આ પાર્ટીમાંથી ઘણા બોલિવૂડ સ્ટાર્સના લુક્સ પહેલા જ સામે આવ્યા હતા,હવે દુલ્હન બનવા જઈ રહેલી રાધિકા નો લુક સામે આવ્યો છે. જેમાં તે એટલી સુંદર દેખાઈ રહી છે કે અનંત તો તેને જોતો જ રહી ગયો. આ સિવાય રાધિકા એ અંબાણી પરિવાર ની એક પરંપરા તોડી છે આ તસવીરો માં રાધિકા ના શરીર પર એક પણ ઘરેણાં નથી. જે સામાન્ય રીતે અંબાણી પરિવાર ની દરેક મહિલાઓ પર જોવા મળતા હોય છે. 

આ સમાચાર પણ વાંચો : Chandu champion review: ઈમોશન થી ભરપૂર છે ચંદુ ચેમ્પિયન ની વાર્તા, ફિલ્મ માં કાર્તિક આર્યન ના અભિનયે છોડી અમીટ છાપ, જાણો કેવી છે કબીર ખાન ની ફિલ્મ

રાધિકા મર્ચન્ટ નો લુક 

રાધિકા મર્ચન્ટે બીજા પ્રી-વેડિંગ ઈવેન્ટના ખાસ અવસર પર એક ખૂબ જ સુંદર ઓફ-શોલ્ડર સફેદ રંગનો ગાઉન પહેર્યો હતો. માથે સ્ફટિક ગુલાબનો મુગટ પહેરીને અંબાણી પરિવારની આ નાની વહુ એ બધાનું દિલ જીતી લીધું. સફેદ સાટીન ગાઉનમાં તે એટલી સુંદર લાગી રહી હતી કે અનંત તો તેને જોતો જ રહી ગયો. રાધિકા ને રિયા કપૂરે આ સુંદર લુકમાં સ્ટાઇલ કરી હતી. રાધિકા પ્રખ્યાત ડિઝાઇનર તમરા રાલ્ફના સફેદ સાટિન ગાઉન પહેરેલી જોવા મળી હતી આ સાથે જ અનંત અંબાણીએ બ્લેક જેકેટ અને પેન્ટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગતો હતો. 

 

View this post on Instagram

 

A post shared by Shereen (@shereenlovebug)


રાધિકાના આ આઉટફિટ ની વિશેષતા એ હતી કે તેની નેકલાઇન અને કમર પર સિલ્ક અને ક્રિસ્ટલ જડેલા  ગુલાબ હતા.જેને ગાઉન ની  નેકલાઇનની બંને બાજુએ ખૂબ જ સુંદર રીતે મૂકવામાં આવ્યા હતા. આ જ પેટર્ન કમરની આસપાસ અનુસરવામાં આવી હતી.આ સાથે જ રાધિકા એ કોઈ જ ઘરેણાં પહેર્યા નહોતા 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More