Anant ambani: ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તિમય થયો અનંત અંબાણી, અધધ આટલા કિલોમીટર ની કરશે પગપાળા મુસાફરી

Anant ambani: અનંત અંબાણી એ બિઝનેસ મેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો નાનો દીકરો છે. અનંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

by Zalak Parikh
anant ambani chanting durga aarti hanuman chalisa on padayatra

News Continuous Bureau | Mumbai

Anant ambani: અનંત અંબાણી એ બિઝનેસ મેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો નાનો દીકરો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી હાલમાં તેમની પદયાત્રાને કારણે ચર્ચામાં છે. અનંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પદયાત્રા કરતો જોવા મળી રહ્યો છે આ વિડીયો જોઈ લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Sikandar box office: રિલીઝ ના પહેલા જ દિવસે ફુસ્સ થઇ સલમાન ખાન ની સિકંદર, ઓપનિંગ ડે એ કરી ફક્ત આટલા કરોડની કમાણી!

હનુમાન ચાલીસા અને દુર્ગા આરતી સાથે ભક્તિમય યાત્રા

અનંત અંબાણી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળે છે.તો બીજા વિડીયો માં તે દુર્ગા આરતી કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી લગભગ ૧૪૧ કિલોમીટર પગપાળા જઈ રહ્યા છે. તે દરરોજ ૧૫ થી ૨૦ કિલોમીટર ચાલીને ૧૨ દિવસમાં દ્વારકા પહોંચશે. આ પછી, તેઓ 10 એપ્રિલે દ્વારકાધીશ ધામ, દ્વારકા ખાતે પોતાનો જન્મદિવસ ઉજવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીએ કોઈ ઈચ્છા પૂરી કરવા માટે આ યાત્રા શરૂ કરી છે. જોકે, આ અંગે હજુ સુધી અંબાણી પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)


અનંત અંબાણી તેમના માતાપિતાની જેમ ભગવાન પ્રત્યે ઊંડો વિશ્વાસ રાખે છે. પહેલાં તેઓ તેમના પરિવાર સાથે મહાકુંભ મેળામાં પણ શામેલ થયા હતા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More