News Continuous Bureau | Mumbai

Anant-Radhika 2nd pre wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના બીજા પ્રિ વેડિંગ નું કાર્ડ થયું વાયરલ, જાણો કાર્યક્રમ ની સૂચિ વિશે

Anant-Radhika 2nd pre wedding: અનંત અને રાધિકા મર્ચન્ટ ના બીજા પ્રિ વેડિંગ થવાના છે. આ ફંક્શન એક ક્રુઝ પર થવાના છે. હવે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે.

anant ambani radhika merchant second pre wedding card viral

News Continuous Bureau | Mumbai

Anant-Radhika 2nd pre wedding: અનંત અને રાધિકા ના લગ્ન જુલાઈ મહિનામાં થવાના છે. આ અગાઉ માર્ચ મહિનામાં અનંત અને રાધિકા ના ત્રણ દિવસીય પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર માં થયા હતા. આ ફંક્શન માં દેશ વિદેશ ની હસ્તીઓએ ભાગ લીધો હતો. હવે અંબાણી પરિવાર અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન કરી રહ્યું છે. આ ફંક્શન એક ક્રુઝ પર યોજાવાનું છે. હવે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika 2nd pre wedding: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માટે સ્પેન રવાના થયા આ સેલેબ્રીટી, જુઓ વિડીયો

 

અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ નું કાર્ડ 

સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન નું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે જે મુજબ આ ફંક્શન ચાર દિવસ ચાલશે. કાર્ડ મુજબ 28 મી એ ક્રુઝ પર મહેમાનનું સ્વાગત કરવામાં આવશે અને 29મીએ લંચ પાર્ટી અને 30મીએ ડાન્સ પાર્ટી અને 31મીએ ‘લા ડોલ્સે વિટા’ થીમ સાથે સેલિબ્રેશન થશે. ત્યાં નૃત્ય, ગાયન અને આનંદ થશે, જેમાં ઇટાલિયન સમર ડ્રેસ કોડ હશે. 


તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ નું આયોજન એક ક્રુઝ પર કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ ઇટાલીથી ફ્રાન્સ માટે રવાના થશે. અનંત અને રાધિકા ની બીજી પ્રી-વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે તેનું નામ ‘સેલિબ્રિટી એસેન્ટ’ છે. તે માલ્ટામાં બનાવવામાં આવ્યું છે, તે 28મી મેના રોજ ઈટાલીના પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરની મુસાફરી કરીને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version