Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો

Anant Ambani Birthday Celebrations: મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના 31મા જન્મદિવસની ભવ્ય ઉજવણી; સી-લિંક પર ‘અનંત સેવા ફાઉન્ડેશન’ ના મેસેજ સાથે સ્પેશિયલ લાઈટિંગ.

by Zalak Parikh
Anant Ambani's 31st Birthday: Mumbai's Bandra-Worli Sea Link lights up; Celebrations begin in Jamnagar.

News Continuous Bureau | Mumbai

Anant Ambani Birthday Celebrations:  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી આજે ૧૦ એપ્રિલ ૨૦26 ના રોજ તેમનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે આખું મુંબઈ અને જામનગર અંબાણી પરિવારના લાડકવાયાના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. મુંબઈના આઈકોનિક બાંદ્રા-વરલી સી-લિંકને ખાસ લાઈટ્સથી શણગારવામાં આવ્યો છે, જ્યાં અનંત અંબાણીનો ફોટો અને ‘અનંત સેવા ફાઉન્ડેશન’ ના મેસેજ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.અનંત અંબાણીના જન્મદિવસે માત્ર રોશની જ નહીં, પણ સેવાનું કાર્ય પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં ભવ્ય પાર્ટીનું આયોજન છે, જેમાં બોલિવૂડના દિગ્ગજો પહોંચી ચૂક્યા છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ અને સંજય દત્ત જેવા કલાકારો જામનગર પહોંચ્યા છે, જ્યારે એ.આર. રહેમાન પણ આ સેલિબ્રેશનમાં પર્ફોર્મ કરશે.

આ સમાચાર પણ વાંચો : Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા

અનંતના જન્મદિવસે ૧૮ કરોડનું દાન અને સેવા કાર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રસંગે અનેક સામાજિક કાર્યો કરી રહી છે. એક ન્યૂઝ એજન્સી મુજબ, કેરળમાં મંદિરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાણી કલ્યાણ માટે ૧૮ કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં દ્વારકા ખાતે યાત્રી ભવન બનાવવામાં આવ્યું છે અને અંબાજી મંદિરમાં લાખો ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.


અનંત અંબાણીના સન્માનમાં મુંબઈમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી શહનાઝ ગિલ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહી હતી. શહનાઝે રક્તદાન કરનારા તમામ લોકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ રીતે અંબાણી પરિવારે અનંતના જન્મદિવસને જનસેવા સાથે જોડ્યો છે.જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અગાઉના પ્રી-વેડિંગ ફંક્શન્સ પણ જામનગરમાં જ યોજાયા હતા, જેમાં વિશ્વભરના નેતાઓ અને કલાકારો આવ્યા હતા. અનંતનો જામનગર અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે, જેમના માટે તેમણે ‘વંતારા’ જેવો મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ વર્ષે પણ જામનગર તેમના જન્મદિવસની ઉજવણીનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More