News Continuous Bureau | Mumbai
Anant Ambani Birthday Celebrations: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી આજે ૧૦ એપ્રિલ ૨૦26 ના રોજ તેમનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે આખું મુંબઈ અને જામનગર અંબાણી પરિવારના લાડકવાયાના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. મુંબઈના આઈકોનિક બાંદ્રા-વરલી સી-લિંકને ખાસ લાઈટ્સથી શણગારવામાં આવ્યો છે, જ્યાં અનંત અંબાણીનો ફોટો અને ‘અનંત સેવા ફાઉન્ડેશન’ ના મેસેજ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.અનંત અંબાણીના જન્મદિવસે માત્ર રોશની જ નહીં, પણ સેવાનું કાર્ય પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં ભવ્ય પાર્ટીનું આયોજન છે, જેમાં બોલિવૂડના દિગ્ગજો પહોંચી ચૂક્યા છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ અને સંજય દત્ત જેવા કલાકારો જામનગર પહોંચ્યા છે, જ્યારે એ.આર. રહેમાન પણ આ સેલિબ્રેશનમાં પર્ફોર્મ કરશે.
આ સમાચાર પણ વાંચો : Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
અનંતના જન્મદિવસે ૧૮ કરોડનું દાન અને સેવા કાર્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રસંગે અનેક સામાજિક કાર્યો કરી રહી છે. એક ન્યૂઝ એજન્સી મુજબ, કેરળમાં મંદિરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાણી કલ્યાણ માટે ૧૮ કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં દ્વારકા ખાતે યાત્રી ભવન બનાવવામાં આવ્યું છે અને અંબાજી મંદિરમાં લાખો ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
VIDEO | Mumbai: Bandra-Worli Sea Link illuminated ahead of Reliance Industries Limited Executive Director Anant Ambani’s birthday.
Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani and Nita Ambani’s youngest son, Anant Ambani, will celebrate his 31st… pic.twitter.com/0AaK4FRWFz
— Press Trust of India (@PTI_News) April 9, 2026
અનંત અંબાણીના સન્માનમાં મુંબઈમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી શહનાઝ ગિલ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહી હતી. શહનાઝે રક્તદાન કરનારા તમામ લોકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ રીતે અંબાણી પરિવારે અનંતના જન્મદિવસને જનસેવા સાથે જોડ્યો છે.જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન અગાઉના પ્રી-વેડિંગ ફંક્શન્સ પણ જામનગરમાં જ યોજાયા હતા, જેમાં વિશ્વભરના નેતાઓ અને કલાકારો આવ્યા હતા. અનંતનો જામનગર અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે, જેમના માટે તેમણે ‘વંતારા’ જેવો મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ વર્ષે પણ જામનગર તેમના જન્મદિવસની ઉજવણીનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
