News Continuous Bureau | Mumbai
Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. આ લગ્ન મુંબઈ ના બીકેસી વિસ્તાર માં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર માં થવાના છે. એર ચાર્ટર કંપની ક્લબ વન એરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ જણાવ્યું હતું કે અંબાણી પરિવારે લગ્નના મહેમાનોને પરિવહન કરવા માટે ત્રણ ફાલ્કન-2000 જેટ ભાડે લીધા છે અને અપેક્ષા છે કે આ કાર્યક્રમમાં 100 થી વધુ ખાનગી વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Anant and radhika: અનંત અને રાધિકા ના શુભ આશીર્વાદ લગ્ન નું કાર્ડ થયું વાયરલ, આ સમારોહમાં સામેલ થવા વાળા મહેમાનો નું લિસ્ટ આવ્યું સામે
અનંત અને રાધિકા ના લગ્ન માં ટ્રાફિક ની વ્યવસ્થા
અનંત અને રાધિકા ના લગ્ન ના સ્થળની નજીકના રસ્તાઓ 12-15 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યા થી મધ્યરાત્રિ દરમિયાન ઇવેન્ટ વાહનો માટે ખુલ્લા રહેશે. મુંબઈમાં ટ્રાફિક પોલીસે ત્રણ દિવસ માટે રસ્તા પર પ્રતિબંધો અંગે વિગતવાર સલાહ આપી છે. સામાન્ય લોકોને લક્ષ્મી ટાવર જંક્શનથી ધીરુભાઈ અંબાણી સ્ક્વેર એવન્યુ લેન-3, ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ અને ડાયમંડ જંક્શનથી કુર્લા એમટીએનએલ રોડ પરની હોટેલ ટ્રાઈડેન્ટ સુધી પ્રવેશ મળશે નહીં. તેના બદલે, લોકોએ લક્ષ્મી ટાવર જંક્શન પરના વન BKCથી જમણે વળવું પડશે અને પછી ડાયમંડ ગેટ નંબર 8 થઈને નાબાર્ડ જંક્શનથી જમણે અને પછી ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ તરફ આગળ વધવું પડશે .
Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw
— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024
મુકેશ અંબાણીના સમગ્ર પરિવારને Z Plus સુરક્ષા હેઠળ રાખવામાં આવશે. BKCમાં 10 NSG કમાન્ડો અને પોલીસ અધિકારીઓ, 200 આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ, 300 સુરક્ષા સભ્યો અને 100 થી વધુ ટ્રાફિક અને મુંબઈ પોલીસ કર્મચારીઓની સુરક્ષા ટીમ તૈનાત કરવામાં આવશે.અનંત અને રાધિકા ના લગ્ન માં પીરસવામાં આવનાર વાનગી વિશે વાત કરીએ તો તેમાં 1000 થી વધુ વેરાયટી હશે. મીડિયા રિપોર્ટ મુજબ VVIP મહેમાનો માટે કરોડોની કિંમતની ઘડિયાળો રિટર્ન ગિફ્ટ માં આપવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)