Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન માં પોતાની આ બે ઈચ્છા પુરી કરવા માંગે છે નીતા અંબાણી, જામનગર વિશે પણ કહી આવી વાત

Anant and Radhika: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન જામનગર માં શરૂ થઇ ગયા છે. આ દરમિયાન નીતા અંબાણી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ પોતાના દીકરા ના લગ્ન માં પોતાની બે ઈચ્છા પુરી કરવા માંગે છે.

anant and radhika wedding nita ambani fulfill her two wishes

anant and radhika wedding nita ambani fulfill her two wishes

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika: અનંત અંબાણી તેની બાળપણ ની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાશે. આ અગાઉ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે. આ ફંક્શન 1 થી 3 માર્ચ સુધી ચાલશે. અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર માં યોજવામાં આવ્યા છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી માટે જામનગર એ ખુબ મહત્વ છે. આ દરમિયાન નીતા અંબાણી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ તેમના દીકરા અનંત ના લગ્ન માં પોતાની બે ઈચ્છા વિશે વાત કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rihanna: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં છવાઈ રિહાના, પોતાના પરફોર્મન્સથી સ્ટેજ પર આગ

નીતા અંબાણી ની બે ઈચ્છા 

નીતા અંબાણી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, “મારા આખા જીવનમાં હું કળા અને સંસ્કૃતિથી પ્રેરાયેલી રહી છું. તેણે મારા પર ઊંડો પ્રભાવ પાડ્યો છે અને હું તેના વિશે ખૂબ જ ઉત્સાહી છું જ્યારે મારા નાના પુત્ર અનંત અને રાધિકાનાં લગ્નની વાત આવી તો મારી 2 મહત્ત્વની ઇચ્છા હતી. પહેલી ઇચ્છા હતી કે હું મારા મૂળનો ઉત્સવ ઊજવવા માગતી હતી. જામનગર અમારા દિલોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને એનું બહુ મહત્ત્વ છે. ગુજરાત એ જગ્યા છે, જ્યાંથી અમે આવીએ છીએ. આ જ જગ્યાએ મુકેશ અને તેના પિતાએ રિફાઇનરીનું નિર્માણ કર્યું અને મેં શુષ્ક તેમજ રણ જેવા વિસ્તારને લીલીછમ ટાઉનશિપ અને એક જીવંત સમૂહમાં પરિવર્તિત કરીને મારુ કરિયર શરૂ કર્યું.”


 

નીતા અંબાણીએ તેમની બીજી ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે, “બીજું, હું ઇચ્છતી હતી કે આ ઉત્સવ કલા અને સંસ્કૃતિ અને આપણા પ્રતિભાશાળી સર્જનાત્મક લોકોના હાથને શ્રદ્ધાંજલિ આપે. અને તેનું પ્રતિબિંબ બને.આપણી મહેનતથી મેળવેલ વારસો અને પરંપરા. હું ભારતીય સંસ્કૃતિ, ભારતની પ્રાચીન અને પવિત્ર ભૂમિને મારા હૃદયથી નમન કરું છું.” તમને જણાવી દઈએ કે, અનંત અને રાધિકાના લગ્ન જુલાઈ 2024 માં થશે. આ અગાઉ બંને ના પ્રિ વેડિંગ ફંક્શન ની શરૂઆત જામનગર માં થઇ ગઈ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version