News Continuous Bureau | Mumbai
Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન દેશ માં ચર્ચિત લગ્નો માના એક હતા.બિઝનેસમેન મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત ના લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેવામાં લગ્ન માં બે વ્યક્તિઓ વગર આમંત્રણ એ ઘુસ્યા હતા જે બાદ પોલીસે તે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: અનંત ની જાન માં સેલેબ્સ એ જમાવ્યો રંગ, હાર્દિક પંડ્યા એ લગાવ્યા અનન્યા સાથે ઠુમકા તો રણવીર સિંહ એ પણ મચાવી ધૂમ, જુઓ વીડિયો
અનંત અને રાધિકા માં લગ્ન માં વગર આમંત્રણ એ ઘુસ્યા બે લોકો
અનંત અને રાધિકા ના લગ્ન માં બે લોકો વગર આમંત્રણ એ ઘુસ્યા હતા એક ન્યુઝ એજન્સી ના રિપોર્ટ મુજબ એકની ઓળખ 26 વર્ષીય વેંકટેશ નરસૈયા અલ્લુરી તરીકે થઈ છે. જે એક યુટ્યુબર છે. બીજો આરોપી લુકમાન મોહમ્મદ શફી શેખ છે, જે 28 વર્ષનો છે અને પોતાને બિઝનેસમેન કહે છે. આ કેસમાં મુંબઈ પોલીસે આ બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા.
Two people entered Anant Ambani and Radhika Merchant’s wedding without an invitation, police registered a case against both of them. One of them who entered without permission is Venkatesh Narasaiya Alluri (26) who is a YouTuber and the other person is Lukman Mohammad Shafi…
— ANI (@ANI) July 14, 2024
મીડિયા રિપોર્ટ મુજબ આરોપી વેંકટેશ અને લુકમાન વિરુદ્ધ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત રિપોર્ટ અનુસાર અનંત અને રાધિકા ના લગ્નમાં હાજરી આપવા માટે બંને આંધ્રપ્રદેશથી મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું કે નોટિસ આપ્યા બાદ બંને આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)