News Continuous Bureau | Mumbai
Anant-Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12મી જુલાઈના રોજ સાત ફેરા લીધા હતા. પ્રી-વેડિંગ ફંક્શન ના મહિનાઓ પછી, અંબાણી પરિવારના નાના પુત્રએ આખરે તેની મંગેતરનો હાથ થામી લીધો છે. વરમાળા પછી પોંખનુ વિધિ થઈ જેમાં કન્યાની માતાએ વરરાજાને મંડપમાં આવકાર્યો. જેનો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં રાધિકાની માતા તેના જમાઈ રાજા અનંત અંબાણી તિલક કરે છે અને પછી તેનું નાક ખેંચવાની રસમ સાથે સ્વાગત કરતા જોવા મળે છે. આ રસમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Anant-Radhika Wedding: જુઓ વિડીયો
અંબાણી પરિવારના લગ્નમાં જોવા મળી ગુજરાતી પરંપરા, લગ્ન મંડપમાં અનંતની સાસુમા એ આ રીતે કર્યું સ્વાગત; જુઓ વિડીયો..#AnantAmbani #RadhikaMerchant #wedding #AnantRadhikaWedding #mumbaibkc #jioworldcentre pic.twitter.com/clntT0sCNz
— news continuous (@NewsContinuous) July 13, 2024
Anant-Radhika Wedding: નીતા અંબાણી ના હાથમાં શું છે?
મહત્વનું છે કે આ પોંખનુ વિધિ માટે નીતા અંબાણી પોતે દીકરા અનંતને લઇ જાય છે. આ લગ્ન સમારોહમાં નીતા અંબાણી પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ લઈને જતા જોવા મળ્યા હતા. ભગવાન ગણેશની આ મૂર્તિની સાથે એક દીવો પણ છે.
Anant-Radhika Wedding: ‘રમણ દિવો’ એટલે શું?
જણાવી દઈએ કે દીકરા અનંત અંબાણીના લગ્નમાં નીતા અંબાણીએ પોતાના હાથમાં રાખેલી ભગવાન ગણેશની મૂર્તિને ‘રમણ દિવો’ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જો આ મૂર્તિને વર સાથે લઈ જવામાં આવે તો વરરાજા ખરાબ નજરથી સુરક્ષિત રહે છે, આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે લગ્ન કોઈપણ અવરોધ વિના થાય છે. નીતા અંબાણીએ ગુજરાતી લગ્નોમાં પ્રચલીત એવો રમણ દિવો નામનો પરંપરાગત દીવો ધર્યો હતો, જે અંધકારને દૂર કરવા અને દંપતીને આશીર્વાદ આપવાનું પ્રતીક છે. પરંપરાગત રીતે વરરાજાની માતા તેને પોતાની પાસે રાખે છે
આ સમાચાર પણ વાંચો: Anant-Radhika Wedding: એન્ટિલિયામાં નવી વહુ રાધિકાનું ગુલાબનાં ફૂલોથી સ્વાગત, જેઠાણી શ્લોકાએ દેરાણી રાધિકાને કંકુ-અક્ષતથી વધાવી; જુઓ વિડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે લગ્ન કરી લીધા છે. આ અવસર પર સમગ્ર અંબાણી પરિવાર ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યો હતો.
 
