News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey)આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'લિગર' માટે ચર્ચામાં છે.હાલમાં જ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે તે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ્સ (box office)બનાવશે.આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ દરમિયાન અનન્યા એ તેના ઇન્સ્ટાગ્રામ(instagram) પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
આ તસવીરો લીગર ફિલ્મ ના ઇવેન્ટ ની છે જ્યાં અભિનેત્રીએ બ્લેક કલરનો ડ્રેસ(black dress) પહેર્યો છે.
આ સાથે અભિનેત્રી એ પોતાના વાળ ખુલ્લા(open hair) રાખ્યા છે અને સ્મોકી આઈ મેકઅપ માં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
લિગરનું ટ્રેલર રિલીઝ(trailer release) થયા બાદ, આ ફિલ્મને લઈને દર્શકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે, અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.