News Continuous Bureau | Mumbai
Aditya roy kapoor birthday: આદિત્ય રોય કપૂર આજે તેનો 38 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. થોડા દિવસ પહેલા અનન્યા પાંડે એ પોતાનો જન્મદિવસ માલદીવ્સ માં ઉજવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુબજ આદિત્ય રોય કપૂર પણ અભિનેત્રી નો જન્મદિવસ ઉજવવા માલદીવ્સ પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે, આદિત્ય અને અનન્યા ની ડેટિંગ ની અફવા ઘણા સમય થી ચાલી રહી છે. હવે અનન્યા એ આદિત્ય રોય કપૂર ના જન્મદિવસ ને ખાસ બનાવ્યો છે. અનન્યા એ એક સુંદર પોસ્ટ દ્વારા અભિનેતા ને બર્થડે વિશ કર્યું છે.
અનન્યા પાંડે એ કર્યું આદિત્ય રોય કપૂર ને બર્થડે વિશ
અનન્યા પાંડેએ તેના કથિત બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂરને તેના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે. અનન્યા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આદિત્ય રોય કપૂર ની એક તસવીર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, ‘હેપ્પી બર્થડે એડી @Adityaroykapur,’ રોલરકોસ્ટર ઇમોજી અને હાર્ટ ઇમોજી સાથે. ચિત્ર શેર કરતી વખતે, તેણે એંગસ અને જુલિયા સ્ટોન દ્વારા હાર્ટ બીટ્સ સ્લો નામનું રોમેન્ટિક ગીત પણ સમર્પિત કર્યુ હતું

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે ને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવે છે. તેઓ અવારનવાર વેકેશન પણ સાથે એન્જોય કરતા હોય છે. જોકે બંને સ્ટાર્સ એ પોતાના સંબધો ની પુષ્ટિ કરી નથી.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચને ખાસ અંદાજ માં પાઠવી દિવાળી ની શુભેચ્છા, બિગ બી ની પોસ્ટ થઇ વાયરલ