ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તે અવારનવાર ફેન્સને લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવતી રહે છે. હવે અનન્યા પાંડેએ તેની નવી તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે.
તેણે ગ્રીન ક્રોપ ટોપ પહેર્યું છે અને સાથે લેધર પેન્ટ પહેરેલી જોવા મળે છે.
અનન્યા પાંડેએ કેમેરા સામે એવી હરકતો બતાવી છે, જેને જોઈને ચાહકો તેના દીવાના થઈ ગયા છે. તેણે ગ્લેમરસ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકોને તેની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
આ દિવસોમાં અનન્યા પાંડે તેની નવી ફિલ્મ 'ગહરાયીયા'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
અમિતાભ બચ્ચનની આ ફિલ્મ થશે હવે સિનેમાઘરોમાં રિલીઝ; જાણો વિગત