ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. અભિનેત્રી અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોસ્ટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં અનન્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરી છે.
અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર વ્હાઇટ આઉટફિટમાં ફોટોસ શેર કર્યા છે. આ તસવીરોમાં અનન્યાએ વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યું છે. આ ફોટોશૂટ માટે અનન્યાએ જમીન પર બેસીને કાઉચના સહારે પોઝ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી અગાઉ પણ તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોને કારણે ચર્ચામાં રહી ચુકી છે. તે તેના ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે અવારનવાર રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા છેલ્લા ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળી હતી. અનન્યા હવે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ ટાઈગરમાં જોવા મળશે. આ ફિલ્મ 9 સ્પ્ટેમ્બર 2021ના રિલીઝ થશે.