જ્યારે નરગીસે ​​રેખાને કહી હતી ‘ડાકણ’, અભિનેત્રી ના ચરિત્ર વિશે કહી હતી આ વાત

અભિનેત્રી નરગીસ અને રેખા વચ્ચે 36નો આંકડો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન નરગીસે ​​ન માત્ર રેખાના ચરિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા પરંતુ તેને ‘ડાકણ' પણ કહી હતી.

by Zalak Parikh
angry nargis dutt had called rekha dayan raised question about actress character

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાએ ભલે તેના જીવનમાં મોટું સ્થાન હાંસલ કર્યું હોય, પરંતુ તેની કારકિર્દી હંમેશા વિવાદોથી ભરેલી રહી છે. અફેરથી લઈને પર્સનલ લાઈફ સુધી રેખા કોન્ટ્રોવર્સી હંમેશા હેડલાઈન્સમાં રહે છે. એટલું જ નહીં, બોલિવૂડના મોટા સ્ટાર્સે પણ રેખાને બદનામ કરવામાં કોઈ કસર છોડી ન હતી, સંજય દત્તની માતા અભિનેત્રી નરગીસ દત્તનું નામ આ સેલેબ્સમાં ટોપ પર સામેલ હતું. નરગિસ દત્ત અને રેખા વચ્ચેના મતભેદો કોઈનાથી છુપાયેલા નહોતા, બંનેએ ઘણી વખત એકબીજા પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો.

 

રેખા અને નરગીસ વચ્ચે હતો 36 નો આંકડો 

રેખાના અફેરની યાદીમાં અભિનેતા સંજય દત્તનું નામ પણ સામેલ હતું. એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે રેખા અને સંજય દત્તે એકબીજા સાથે લગ્ન કરી લીધા છે અને રેખા સંજયના નામ નું સિંદૂર લગાવે છે. રેખા અને સંજયની નિકટતાથી નરગીસ દત્ત ખૂબ નારાજ હતી. એકવાર, ગુસ્સામાં, તેણે અભિનેત્રીને ‘ડાકણ’ પણ કહી દીધી હતી.આ જ કારણ હતું કે રેખા સાથે નરગીસ વચ્ચે 36 નો આંકડો હતો.

 

રેખા ના ચરિત્ર વિશે નરગીસે કહી હતી આ વાત 

અભિનેત્રી નરગીસે ​​ રેખાના ચરિત્ર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન નરગીરાસે રેખા વિશે કહ્યું હતું કે તે પુરુષોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. નરગીસે ​​કહ્યું કે હું તેમની સમસ્યા સમજી શકું છું. તેમને ઠીક કરવા માટે માત્ર એક યોગ્ય વ્યક્તિની જરૂર છે. રેખા એક ખોવાયેલી વ્યક્તિ છે અને તેને તેના જીવનમાં એક મજબૂત પરુષ ની જરૂર છે.જણાવી દઈએ કે પતિ મુકેશ અગ્રવાલના મૃત્યુ બાદ સાસરિયાઓએ રેખા પર ઘણા આરોપો લગાવ્યા હતા. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાના જીવનચરિત્રમાં કર્યો છે. રેખાના સાસરિયાઓએ તેને ‘ચૂડેલ’ પણ કહી દીધી હતી, જેને લઈને ઘણો વિવાદ થયો હતો.

આ સમાચાર પણ વાંચો: રણબીર કપૂર ‘રામ’ તો ‘સીતા’ બનશે આલિયા ભટ્ટ, સાઉથનો આ સુપરસ્ટાર ભજવશે રાવણ ની ભૂમિકા!

Join Our WhatsApp Community

You may also like