Site icon

Gadar 3: અનિલ શર્માએ કરી ગદર 3 ની સત્તાવાર જાહેરાત, આવી હશે ફિલ્મ ની વાર્તા અને તેની સ્ટારકાસ્ટ

Gadar 3: ગદર 2 ની સફળતા બાદ હવે ફિલ્મ ના ડાયરેક્ટર અનિલ શર્મા એ ગદર 3 ને લઇ ને મોટી જાહેરાત કરી છે. અનિલ શર્મા એ કાશી શહેર માં ફિલ્મ ની સત્તાવાર જાહેરાત કરી છે.

anil sharma officially announce sunny deol gadar 3

anil sharma officially announce sunny deol gadar 3

News Continuous Bureau | Mumbai

Gadar 3: બોલિવૂડ અભિનેતા સની દેઓલ હાલ તેની ફિલ્મ ગદર 2 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ગદર 2 એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મ આ વર્ષની સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. ‘ગદર 2’ હિટ થયા બાદ હવે લોકો ‘ગદર 3’ ની માંગ કરી રહ્યા છે.. ‘ગદર 3‘ને લગતા ઘણા અપડેટ્સ પણ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. આ બધાની વચ્ચે ‘ગદર 3’ના ડિરેક્ટરે ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. તેણે ‘ગદર 3’ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

 

અનિલ શર્મા એ કરી ગદર 3 ની જાહેરાત 

ગદર 2 ની સફળતા બાદ ફિલ્મ નિર્દેશક અનિલ શર્માએ ગદર ના ત્રીજા ભાગને લઈને એક મોટી જાહેરાત કરી છે.નિર્દેશક અનિલ શર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અમે ગદર 3માં પાકિસ્તાની એન્ગલ નહીં રાખીએ.તેમણે કહ્યું કે તારાસિંહ ત્રીજા ભાગમાં પાકિસ્તાન જવાના નથી.આ માત્ર સંયોગ છે કે અત્યાર સુધીના બંને ગદરમાં પાકિસ્તાનનો એન્ગલ હતો. પરંતુ ત્રીજા ભાગમાં આવું બિલકુલ નહીં થાય.અમે પાકિસ્તાનને સફળ બનાવવાની ફોર્મ્યુલા નથી ઈચ્છતા.અમે નથી ઈચ્છતા કે આ લોકો અમને પાકિસ્તાન વિરોધી માને કે કોઈ અન્ય બાબત માટે અમને ટોણો મારે.’

આ  સમાચાર પણ વાંચો : Khichdi 2 trailer: નવા મિશન સાથે તમને હસાવવા આવી રહ્યો છે પારેખ પરિવાર, ખીચડી 2 નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ

અન્ય એક ઈન્ટરવ્યુમાં અનિલ શર્મા એ પણ કહ્યું. ‘ગદર 3 માં સમાન સ્ટાર કાસ્ટ હશે અને વાર્તા જ્યાંથી સમાપ્ત થઈ ત્યાંથી આગળ લઈ જવામાં આવશે. અમે ગદર અને ગદર 2 બંને કરતા મોટા સ્તરે ગદર 3 બનાવવા જઈ રહ્યા છીએ.પહેલા અને બીજા ભાગની જેમ, ત્રીજા ભાગમાં પણ સની દેઓલ હશે. શક્ય છે કે ગદરના ત્રીજા ભાગમાં એ-લિસ્ટ અભિનેતા અથવા અભિનેત્રીનો કેમિયો હશે, પરંતુ સ્ટાર કાસ્ટ સેમ રહેશે. તમે સકીનાના પાત્રમાં અમીષાને જોશો અને ત્રીજા ભાગમાં, સની દેઓલનો હેન્ડપંપ ઉખાડવાનો સીન પણ ભાગમાં બતાવવામાં આવશે.’

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version