News Continuous Bureau | Mumbai
Animal advance booking: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મ નું ટ્રેલર દર્શકો ને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ ને લઈને લોકો માં ઉત્સાહ પ[ન જોવા મળી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ફિલ્મ ના નિર્માતા એ 25 નવેમ્બર થી ફીલ્મ એનિમલ નું એડવાન્સ બુકીંગ શરૂ કરી દીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ના એડવાન્સ બુકીંગ ને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે
આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: IFFI 2023ના મંચ પર રાજકુમાર સંતોષી એ કંઈક એવું કહ્યું કે ભાવુક થઈ ગયો સની દેઓલ, આંખમાં આવી ગયા આંસુ, જુઓ વિડીયો
એનિમલ નું એડવાન્સ બુકીંગ
મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ ની અત્યાર સુધી માં એક લાખ થી ઉપર ની ટિકિટો વેચાઈ ચુકી છે. આ સાથે ફિલ્મે 4 કરોડ 24 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. છે. આ આંકડાઓને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એનિમલ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે.દિલ્હી-એનસીઆર પ્રદેશમાં ‘એનિમલ’ માટેની ટિકિટની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે.મલ્ટિપ્લેક્સ ચેઈન્સમાં જનરલ સીટની ટિકિટ 600 રૂપિયા સુધી વેચાઈ રહી છે. મુંબઈમાં પણ કેટલીક જગ્યા એ ટિકિટ ના ભાવ 2200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.