News Continuous Bureau | Mumbai
Animal: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ને લઇ ને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની જોડી પહેલીવાર જોવા મળશે આ ફિલ્મ ના ટ્રેલર ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ચાહકો ની આ રાહ પુરી થવાની છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ નું ટ્રેલર આજે રિલીઝ થવાનું છે. તેમજ આ ફિલ્મ ને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
એનિમલ ને મળ્યું A સર્ટિફિકેટ
સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ફિલ્મ એનિમલ આવતા મહિને એટલેકે 1 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થશે. ફિલ્મ ના પ્રીમિયર પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને ‘A’ સર્ટિફિકેશન આપ્યું છે. આ વિશે માહિતી ફિલ્મ ના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. જેમાં નિર્દેશકે લખ્યું છે કે, ‘”સેન્સર બોર્ડે એનિમલને A રેટિંગ આપ્યું છે. ફિલ્મનો રન ટાઈમ 3 કલાક 21 મિનિટ અને 23 સેકન્ડનો છે. એનિમલ ધ મૂવી 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે”
સંદીપ રેડ્ડી વાંગા નિર્દેશિત ફિલ્મ એનિમલ માં રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ સમાચાર પણ વાંચો : Kadak Singh: પંકજ ત્રિપાઠીની દમદાર ફિલ્મ ‘Kadak Singh’નું ટ્રેલર થયું રિલીઝ, ખૂદ અમિતાભ બચ્ચને શેર કરી કહી આ વાત!
