News Continuous Bureau | Mumbai
Animal: રણબીર કપૂર ની ( Ranbir Kapoor ) ફિલ્મ એનિમલ એ થિયેટરો માં ધૂમ મચાવી હતી. થિયેટર બાદ ગઈકાલે એનિમલ નેટફ્લિક્સ ( Netflix ) પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ જોવા લોકો ઉત્સાહિત હતા. પરંતુ ફિલ્મ નું ઓટીટી વરઝ્ન ( OTT version ) જોઈ લોકો નિરાશ થયા હતા. એનું કારણ ફિલ્મ ના મેકર્સ છે.વાસ્તવ માં ફિલ્મ ના મેકર્સે ( Film Makers ) ફિલ્મે થોડી વધારાની મિનિટો સાથે ઉત્સાહ વધારવાનું વચન આપ્યું હતું જે તેમને નિભાવ્યું નથી.
એનિમલ ના ઓટીટી વરઝ્ન થી નિરાશ થયા લોકો
એનિમલ ઓટીટી પર આવી ત્યારે ચાહકોમાં ઘણો ક્રેઝ હતો પરંતુ તેને જોઈ ચાહકો નિરાશ થયા હતા કેમકે ફિલ્મ માં કોઈ વિસ્તૃત કટ નથી. અગાઉ ફિલ્મ ના મેકર્સે એવું કહ્યું હતું કે ફિલ્મ એનિમલ ને કોઈ પણ કટ વગર ઓટિટિ પર રિલીઝ ( OTT release ) કરવામાં આવશે. પરંતુ હવે ફિલ્મ રીલિઝ થયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે એનિમલ નેટફ્લિક્સ પર થિયેટરમાં રિલીઝ કરવામાં આવી તેવી જ છે તેમાં કોઈ જ ફેરફાર નથી.
આ સમાચાર પણ વાંચો : Lala Lajpat Rai: 1865માં 28 જાન્યુઆરીના રોજ જન્મેલા લાલા લજપત રાય ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.