News Continuous Bureau | Mumbai
Animal OTT release: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ 26 જાન્યુઆરી એ ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે આ શક્ય બને તેવું નથી લાગી રહ્યું કેમકે ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને વિવાદ ઉભો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ એનિમલ ની ઓટિટિ રિલીઝ નો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સિને 1 સ્ટુડિયોએ ફિલ્મની OTT રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
એનિમલ ની ઓટિટિ રિલીઝ પર પ્રતિબંધ મુકવાની થઇ માંગણી
સિને1 સ્ટુડિયો ટી સિરીઝ પર આરોપ લગાવતા કોર્ટને જણાવ્યું કે ‘બંને પ્રોડક્શન હાઉસે ફિલ્મના નિર્માણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરાર હેઠળ, સિને1 પાસે 35 ટકા નફો હતો, પરંતુ સુપર કેસેટે (ટી સિરીઝ) તેને સિને1 સ્ટુડિયોની મંજૂરી વિના ફિલ્મના નિર્માણ, પ્રમોશન અને રિલીઝ પર ખર્ચ કર્યો અને કોઈપણ વિગતો શેર કર્યા વિના બોક્સ ઓફિસના વેચાણ પર નફો કર્યો. આ હોવા છતાં, સિને1 સ્ટુડિયોને એક પણ પૈસો ચૂકવવામાં આવ્યો ન હતો. ફિલ્મ, બોક્સ ઓફિસ અને તેના મ્યુઝિક અને સેટેલાઇટ રાઇટ્સથી થયેલી કમાણી વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. તેમજ સુપર કેસેટ તમામ પૈસા એકઠા કરી રહી છે, પરંતુ અમને એક પૈસો પણ આપવામાં આવ્યો નથી. મારો તેમની સાથે ઘણો જૂનો સંબંધ છે, પરંતુ તેઓ સમાધાન માટે કોઈ માન ધરાવતા નથી. મેં સંબંધનું સન્માન કર્યું. તેથી કોન્ટ્રાક્ટ અંગે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં કોઈ ઉતાવળ નહોતી કરી.’
આ સમાચાર પણ વાંચો : Kate winslet: ઓસ્કાર એવોર્ડ ને લઈને કેટ વિન્સલેટે કર્યો ચોંકાવનારો ખુલાસો, શોકેસમાં નહીં પરંતુ આ જગ્યા એ રાખે છે એવોર્ડ, અભિનેત્રી એ જણાવ્યું તેને ત્યાં રાખવાનું કારણ
બીજી તરફ સુપર કેસેટ એટલે કે ટી સિરીઝ તરફ થી કોર્ટ માં હાજર રહેલા વકીલે જણાવ્યું કે ‘સિને1એ ફિલ્મમાં કોઈ પૈસાનું રોકાણ કર્યું નથી અને સુપર કેસેટે પોતે જ ફિલ્મ બનાવવાનો તમામ ખર્ચ ઉઠાવ્યો છે. તેમજ સિને 1 એ કોર્ટથી છુપાવ્યું હતું કે તેઓએ 2 ઓગસ્ટ, 2022 ના રોજ ફિલ્મમાં તેમના તમામ અધિકારો છોડી દીધા હતા. આ માટે તેણે 2.6 કરોડ રૂપિયા પણ લીધા હતા. આ મહત્વપૂર્ણ માહિતી કોર્ટથી છુપાવવામાં આવી હતી. તેણે ફિલ્મમાં એક પૈસો પણ રોક્યો નથી અને તેમ છતાં તેને 2.6 કરોડ આપવામાં આવ્યા હતા. હવે આ કેસની આગામી સુનાવણી 18 જાન્યુઆરીના રોજ થશે.