Animal: અનકટ વરઝ્ન સાથે આ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ,જાણો વિગત

Animal: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ને લઇ ને ચર્ચામાં છે. આ ફિલ્મે તેના એડવાન્સ બુકીંગમાંજ કરોડો ની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ફિલ્મ ની રિલીઝ પહેલા જ તેના ઓટીટી રાઇટ્સ ને લઈને સમાચાર સામે આવ્યા છે.

by Zalak Parikh
animal ott release with uncut scene

News Continuous Bureau | Mumbai 

Animal:  રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ની રિલીઝ પહેલા જ દર્શકો તેની ઓટિટિ રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. હવે તેને લગતા સમાચાર પણ સામે આવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Animal: એનિમલ ના આ સીન પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા ફેરફાર સાથે ફિલ્મ ને મળ્યું A સર્ટિફિકેટ

 

એનિમલ ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ, એનીમલ ના થિયેટર રિલીઝ ના 6 થી 8 અઠવાડિયા પછી OTT પ્રીમિયર થશે આ ફિલ્મ Netflix India પર સ્ટ્રીમિંગ થશે. તેમજ એનિમલ તેના મૂળ રનટાઈમ કરતાં 30 મિનિટ લાંબી હશે. એનિમલનો થિયેટર રન ટાઈમ 3 કલાક 21 મિનિટનો હશે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું OTT વર્ઝન વધુ લાંબું હશે. ઓટીટી પર રીલીઝ થનાર એનિમલ માં લગભગ 30 મિનિટના વધારાના ફૂટેજ હશે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More