News Continuous Bureau | Mumbai
Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મે 900 કરોડ ની કમાણી કરી હતી. આ ફિલ્મ માં રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. એનિમલ હિટ જતા સંદીપ રેડ્ડી વાંગાએ ‘એનિમલ’ ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ની જાહેરાત કરી હતી. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ફિલ્મ એનિમલ પાર્ક ની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Fighter: ફાઈટર ફિલ્મ નું દેશભક્તિ ગીત મિટ્ટી થયું રિલીઝ, દેશભક્તિ માં ડૂબેલા જોવા મળ્યા રિતિક રોશન અને દીપિકા પાદુકોણ
એનિમલ પાર્ક ની વાર્તા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ‘એનિમલ’ના શૂટિંગ દરમિયાન જ તેની ફ્રેન્ચાઇઝી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફિલ્મની સિક્વલ એટલે કે ‘એનિમલ પાર્ક’નું મૂળભૂત માળખું પણ તૈયાર કરવામાં આવ્યું હતું કે તેમાં શું થશે અને કેવી રીતે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. ‘એનિમલ પાર્ક’ની સ્ટોરી રણવિજય એટલે કે રણબીરના લુક પર ફોકસ કરવામાં આવશે. આ સિવાય રણવિજય ની તેની પત્ની ગીતાંજલિ (રશ્મિકા મંદન્ના) સાથેની લડાઈ અને મતભેદ પણ બતાવવામાં આવશે. ‘એનિમલ પાર્ક’માં એ પણ બતાવવામાં આવશે કે રણવિજય નો તેના પુત્ર સાથે કેવો સંબંધ હશે. આ ફિલ્મ રણવિજયના બાળકો પર ફોકસ કરશે.’
