News Continuous Bureau | Mumbai
Animal success party: સંદીપ રેડ્ડી વાંગા ની ફિલ્મ એનિમલ 2024 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. આ ફિલ્મ ને દર્શકો ને ઘણો પ્રેમ મળ્યો હતો. હાલ ફિલ્મ ની સ્ટારકાસ્ટ અને નિર્દેશક એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. આવી સ્થિતિ માં એનિમલ ની આખી ટીમે આ સફળતા નો આનંદ સાથે માણવા ફિલ્મ ની સક્સેસ પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં એનિમલ ની આખી સ્ટારકાસ્ટ, ક્રૂ મેમ્બર અને બીજા ઘણા લોકો એ હાજરી આપી હતી. આ ઇવેન્ટ ના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા પરંતુ એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં રણબીર કપૂર રશ્મિકા ને કિસ કરતો જોવા મળ્યો હતો.
એનિમલ ની સક્સેસ પાર્ટી માં રણબીર કરી રશ્મિકા ને કિસ
એનિમલ ની સક્સેસ પાર્ટીમા ફિલ્મ ની સરકાસ્ટ પહોંચી હતી. આ પાર્ટી માં રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ, માતા નીતુ સિંહ અને સસરા મહેશ ભટ્ટ સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન તેને મીડિયા સામે ઘણા પોઝ આપ્યા હતા. તેમજ ચિલમ ની સ્ટારકાસ્ટે પણ મીડિયા સામે પોઝ આપ્યા હતા. આ પાર્ટી માં એનિમલ ફિલ્મ ની લીડ એક્ટ્રેસ રશ્મિકા ના આવતાની સાથે જ રણબીર કપૂરે આગળ આવીને તેને ગળે લગાવી ને પ્રેમ થી ગાલ પર કિસ કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે રશ્મિકા હાલ હૈદરાબાદ માં પુષ્પા 2 નું શૂટિંગ કરી રહી છે. તે એક ગીત નું શૂટિંગ કરી રહી હતી. એનિમલ ની આ ખાસ પાર્ટી માટે રશ્મિકા પોતાના વ્યસ્ત શેડ્યુલ માંથી સમય કાઢી ને પહોંચી હતી.
આ સમાચાર પણ વાંચો : Shweta tiwari: શ્વેતા તિવારી ની થઇ સિંઘમ અગેઇન માં એન્ટ્રી, રોહિત શેટ્ટી ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા