News Continuous Bureau | Mumbai
Animal teaser: રણબીર કપૂરની ‘એનિમલ’ને લઈને દર્શકોમાં એક અલગ જ ક્રેઝ છે.રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ એનિમલનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત એનિમલનું ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને તેના સંબંધમાં કેટલાક હેશટેગ્સ પણ ટ્રેન્ડ કરી રહ્યાં છે.
રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું ટીઝર થયું રિલીઝ
‘એનિમલ’ના ટીઝર જોતા સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ચોકલેટી બોય લુકની સાથે સાથે ડેશિંગ દાઢીવાળા લુકમાં પણ જોવા મળશે. ફિલ્મમાં ઘણી બધી એક્શન,ડ્રામા અને ફાઇટ સીન જોવા મળશે. આ ફિલ્મ ખૂબ જ રોમાંચક બનવાની છે. રશ્મિકા મંદન્ના રણબીર કપૂરની પ્રેમિકા તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘એનિમલ’માં અનિલ કપૂર રણબીર કપૂર ના પિતા ના રોલ માં જોવા મળશે. ઉપરાંત ફિલ્મ માં બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ લીડ રોલમાં છે.
રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ ની રિલીઝ ડેટ
તમને યાદ અપાવી દઈએ કે પહેલા આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ તે પછી શક્ય ના બન્યું. હવે આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે.આ ફિલ્મ માં રણબીર કપૂર અને રશ્મિકાની જોડી પહેલીવાર પડદા પર જોવા મળશે. રશ્મિકાએ અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે અને તે દક્ષિણ ભારતની મોટી સ્ટાર છે અને તેણે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Naseeruddin shah: ફરી લપસી નસીરુદ્દીન શાહ ની જીભ,બોલિવૂડ બાદ હવે સાઉથ ની ફિલ્મો નો કાઢ્યો વારો, આ ફિલ્મની કરી ટીકા