Site icon

Nandamuri balakrishna: નંદમુરી બાલકૃષ્ણ દ્વારા ધક્કો મારવા પર અભિનેત્રી અંજલી ની પ્રતિક્રિયા આવી સામે, વિડીયો શેર કરી કહી આવી વાત

Nandamuri balakrishna: નંદમુરી બાલકૃષ્ણ એ તાજેતર માં એક ઇવેન્ટ દરમિયાન અભિનેત્રી અંજલી ને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયો જોયા બાદ લોકો એ અભિનેતા ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. હવે અભિનેત્રી અંજલી ની પ્રતિક્રિયા સામે આવી છે.

anjali reacts to viral nandamuri balakrishna pushing video

anjali reacts to viral nandamuri balakrishna pushing video

News Continuous Bureau | Mumbai

Nandamuri balakrishna: તેલુગુ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક એવંત દરમિયાન નંદમુરી એ સ્ટેજ પર ઉભેલી અભિનેત્રી અંજલી ને ધક્કો માર્યો હતો. આ વિડીયો જોઈ લોકો એ અભિનેતા ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.લોકો ને તેનું આવું વલણ પસંદ નહોતું આવ્યું. હવે અભિનેત્રી અંજલિ એ પોતાની પ્રતિક્રિયા આપતો એક વિડીયો શેર કર્યો છે અને તેને જણાવ્યું છે કે તેના નંદમુરી સાથે કેવા સંબંધો છે.

Join Our WhatsApp Community

અભિનેત્રી અંજલી એ આપી પ્રતિક્રિયા 

અંજલિએ એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર નંદમુરી બાલકૃષ્ણ દ્વારા ધક્કો મારવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા લખ્યું,  ‘ગૅંગ્સ ઑફ ગોદાવરી પ્રી-રિલિઝ ઇવેન્ટમાં મારી હાજરી સાથે મને સન્માનિત કરવા બદલ હું બાલકૃષ્ણ ગરુનો આભાર માનું છું. હું વ્યક્ત કરવા માંગુ છું કે બાલકૃષ્ણ ગરુ અને મેં હંમેશા એકબીજા માટે પરસ્પર આદર જાળવી રાખ્યો છે અને અમે લાંબા સમયથી સારી મિત્રતા શેર કરીએ છીએ. તેની સાથે ફરીથી સ્ટેજ શેર કરવું અદ્ભુત હતું.’


તમને જણાવી દઈએ કે, નંદમુરી અને અંજલિ તેમની આગામી ફિલ્મ ગેંગ ઓફ ગોદાવરી ના પ્રમોશન ઈવેન્ટમાં સ્ટેજ પર આખી સ્ટારકાસ્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન નંદમુરી એ અંજલિ ને આગળ જવા કહ્યું અને ત્યારબાદ તેને અંજલિ ને એવો ધક્કો માર્યો કે તે પડતા પડતા બચી ગઈ. આ ઘટના ને અભિનેત્રી એ હળવાશ હતી અને તે જોરથી હસી પડી હતી. 

આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: સર્જરી બાદ રાખી સાવંત ની થઇ આવી હાલત, હોસ્પિટલ માંથી અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jaya Bachchan: જયા બચ્ચનનો જડબાતોડ જવાબ: ‘પાપારાઝી થી અગસ્ત્યનું કરિયર ખતમ નહીં થાય’, જાણો બિગ બી વિશે શું કહ્યું
Dhurandhar 2: ‘શું ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર તોડશે તમામ રેકોર્ડ? આર. માધવને વિદેશી ચાહકોના આ પ્લાન વિશે જણાવી બધાને ચોંકાવ્યા
Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Exit mobile version